ટ્રેન્ડિંગનેશનલવિશેષ

AAI બનાવશે દેશના ચાર શહેરોમાં ભવ્યાતિભવ્ય એરપોર્ટ

  • AAI (એરોપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા)  દેશના ચાર શહેરોમાં નવા એરપોર્ટ ટર્મિનલ બનાવી રહી છે
  • આ ચાર શહેરોમાં આગ્રા, બેલગાવી, દરભંગા અને દેવઘરમાં જેતે શહેરમાં બની રહ્યા છે નવા ટર્મિનલ બિલ્ડીંગ
  • જે તે શહેરની પ્રખ્યાત સાંસ્કૃતિક ધરોહરની થીમ આધારીત ડીજાઈન કરાશે નવા એરપોર્ટ ટર્મિનલ

HD ન્યુઝ ડેસ્ક, 23 એપ્રિલ: AAI(એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ચાર નવા ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કરશે. જેમાં કેટલાક ટર્મિનલ બિલ્ડીંગ કિલ્લાની જેમ જોવા મળી શકે છે તો કેટલાક મંદિરની થીમ આધારિત જોવા મળી શકે છે. તો જાણો કયા શહેરોમાં આ પ્રકારના ભવ્ય એરપોર્ટ નિર્માણ પામી રહ્યા છે.  AAI દેશના ચાર અલગ-અલગ રાજ્યોના ચાર શહેરોૃના એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કરવા જઈ રહી છે. જેનું સંપુર્ણ પણે બાંધકામ થયા પછી એરપોર્ટની આ નવી ટર્મિનલ બિલ્ડીંગો કિલ્લા કે મંદિરની ડીઝાઈન પ્રમાણે જોવા મળી શકે  છે.  AAI ચાર શહેરોમાં એરપોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કરવા જઈ રહી છે, જેમાં આગ્રા (ઉત્તરપ્રદેશ),બેલગાવી(કર્ણાટક), દરભંગા(બિહાર) અને દેવઘર (ઝારખંડ) એરપોર્ટનો સમાવેશ થાય છે. AAIનો પ્રયાસ છે કે આ એરપોર્ટસની ટર્મિનલ બિલ્ડીંગમાં જેતે શહેરની સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક ધરોહરની ઝાંખી જોવા મળે.

આગરા એરપોર્ટ (ઉત્તર પ્રદેશ)

યુપીના આગ્રામાં તાજ મહેલ અને ફતેહપુર સિકરીનો કિલ્લોએ શહેરની ઓળખ સમાન હોય પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને આગ્રાનું નવું એરપોર્ટને ફતેહપુર સીકરી ફોર્ટની ડીઝાઈન પ્રમાણે તૈયાર કરવામાં આવશે. આ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગમાં અંદર અને બહાર એમ બંને તરફ ફતેહપુર સિકરીના કિલ્લાની ઝલક જોવા મળશે.જોવા મળશે.બેલગાવી

એરપોર્ટ ( કર્ણાટક)

કર્ણાટકના બેલગાવી એરપોર્ટના નવા ટર્મિનલમાં તમને શહેરના જાણીતા મંદિરની ઝલક જોવા મળશે. હકીકતમાં, બેલગાવી એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડીંગની ડીઝાઈન પ્રખ્યાત કમલ બસ્તી મંદીરની થીમ પ્રમાણે હશે. ટર્મિનલની અંદર અને બહારના ભાગને કમલ બસ્તી મંદિરની જેમ તૈયાર કરવામાં આવશે. AAIની આ નવી પહેલથી પર્યટકોને બેલગાવી શહેરથી જોડાયેલું પ્રખ્યાત કમલ બસ્તી મંદિર વિશે જાણકારી આપવામાં આવશે.

દરભંગા એરપોર્ટ (બિહાર)

બિહારના દરભંગા એરપોર્ટ પર પણ AAI નવું ટર્મિનલ બિલ્ડીંગ બનાવવા જઈ રહી છે. દરભંગા એરપોર્ટ પર નિર્માણ થવા જઈ રહેલી નવી ટર્મિનલ બિલ્ડીંગને દરભંગા ફોર્ટનું રુપ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ટર્મિનલ બિલ્ડીંગના મુખ્ય દ્વારથી લઈને એરોબ્રિજ એરિયા સુધી દરભંગા ફોર્ટના વિવિધ ભાગોની જેમ તૈયારી કરવા જઈ રહી છે.

દેવઘર એરપોર્ટ (ઝારખંડ)

ઝારખંડના દેવઘર શહેરની ઓળખાણ બાબા બદ્રીનાથ જ્યોતિર્લિંગ મંદિરથી છે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની યોજના છે કે દેવઘર એરપોર્ટ પર બનનારી નવી ટર્મિનલ બિલ્ડીંગને બાબા બદ્રીનાથ જ્યોતિર્લિંગ મંદિરનું સ્વરુપ આપવામાં આવશે. દેવઘર એરપોર્ટની ડીજાઈન બનીને તૈયાર થઈ ગયું છે. જેમાં, મંદિરના ગુંબજ સહિત અન્ય ભાગોમાં ટર્મિનલ બિલ્ડીંગમાં દર્શાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  જાણો એવી કઈ 3 ભુલો છે જે ટાળવી જોઈએ નહી તો પડી શકે છે ભારે

Back to top button