આંતરરાષ્ટ્રીયટ્રાવેલટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

જાણો એવી કઈ 3 ભુલો છે જે ટાળવી જોઈએ નહી તો પડી શકે છે ભારે

  • પાસપોર્ટમાં કોઈ પણ ગેરકાનુની છેડછાડ ન કરવી જોઈએ
  • જો તપાસમાં કોઈ છેડછાડ સામે આવે છે તો સેક્શન 12 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
  • પાસપોર્ટમાં સુધારા વધારા માટે તમારા ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયનો સંપર્ક કરવો જોઈએ.

HD ન્યૂઝ ડેસ્ક, 22 એપ્રિલ:  જો તમારી પાસે પાસપોર્ટ છે અથવા તો હવે નવો કઢાવવાનાં છો તો જાણી લો પાસપોર્ટ સાથે જોડાયેલી આ ત્રણ વાતો. તો આ પ્રકારની બેદરકારીથી બચવા માટે જ પહેલાથી જાણી લો તેના વિશે. IGI એયરપોર્ટથી જોડાયેલા સુરક્ષા અધિકારીના જણાવ્યા પ્રમાણે, જો તમારા પાસપોર્ટમાં કોઈ પણ પ્રકારની છેડછાડ જોવા મળે છે તો તમારી વિદેશયાત્રા પર તો પુર્ણવિરામ તો મુકાશે જ આ સાથે સેક્શન 12 હેઠળ તમે જેલના સળીયા પણ ગણી શકો છો. તો આવો એવી કઈ બાબતો છે જેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પાસપોર્ટની સિલાઈ

 પાસપોર્ટની બનાવટ એટલી સ્ટ્રોંગ હોય છે જેના લીધે આ પ્રકારની ભુલ થવાની શક્યતના નહીવત બની જાય છે. પણ જો કદાચ તમારો પાસપોર્ટની સિલાઈ કોઈ સંજોગોમાં ખુલી જાય છે. તો તમારે તેને જાતે સિવ્યા વગર ક્ષેત્રીય પાસપોર્ટ કાર્યાલયનો સંપર્ક કરવો જોઈએ. નહીં તો તમારા વિરૂધ્ધ કાર્યવાહી થઈ શકે છે.

કારણ- એયરપોર્ટ પર ઘણી વાર એવા મુસાફરો પકડાયા છે. જેઓ પાસપોર્ટનો પ્રથમ બાયોડેટા પેજ બદલીને વિદેશ જવાના પ્રયાસ કરતા જોવા મળ્યા છે. આવા કેસમાં મુસાફરોના ટ્રાવેલ એજન્ટો પાસપોર્ટના બાયોડેટા પેજ બદલીને જાતે સિલાઈ કરી નાંખતા પકડાયેલા છે.

પાસપોર્ટના પેજ

ભારતીય પાસપોર્ટ પેજ પ્રમાણે બે શ્રેણીમાં બને છે. એક 36 પેજનો અને બીજો 60 પેજનો પાસપોર્ટ હોય છે. ઈમીગ્રેશન બ્યુરોની તપાસમાં તમારા પાસપોર્ટમાં 36 કે 60 પેજ હોવા જોઈએ જો પાસપોર્ટમાં એક પેજ પણ ઓછું થાય તો જેલ થઈ શકે છે.

કારણ- ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, જેમાં પાસપોર્ટના કેટલાક પેજ ઓછા હોય છે. તપાસ દરમિયાના જાણવા મળે છે કે વિદેશ ગયા પછી તે પેજ પર ખોટા સ્ટેમ્પ લગાવેલા હોય છે અને આમ ખોટા સ્ટેમ્પ મારીને વિદેશ ફરી આવનારા લોકો પરત ફરતા જ આ મામલે પકડાય છે જેમાં તેઓ કાર્યવાહીથી બચવા આ પ્રકારના પેજોને ફાડી નાંખતા હતા. તમારે કાર્યવાહીથી બચવા માટે તમામ પેજ પાસપોર્ટમાં હોવા જરુરી છે.

અરાઈવલ ડીપાર્ચર સ્ટેંપ

ઓફિસરના જણાવ્યા પ્રમાણે, પાસપોર્ટ પર લાગેલા ડીપાર્ચર અને અરાઈવલ ઈમીગ્રેશન સ્ટેંપથી કોઈ પણ પ્રકારની છેડછાડ તમને ભારી પડી શકે છે. માટે, પાસપોર્ટ પર લાગેલા કોઈ પણ સ્ટેંપ અને વીઝા સ્ટીકરની સાથે પોતાની રીતે કોઈ પણ પ્રકારના છેડછાડ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આમ કરવાથી તમારી વિરુધ્ધ પાસપોર્ટ એકટના સેકશન 12 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.

કારણ- વિતેલા દિવસોમાં ઘણા એવા કેસ સામે આવ્યા છે જેમકે, ઉદાહરણ તરીકે એક કેસ એવો જોવા મળ્યો હતો કે જેમાં મલેશિયાના વર્ક વીઝા ના મળતા ઘણા લોકો પહેલા ટૂરિસ્ટ વીજા પર બેંકોક જાય છે, ત્યા જઈને પાસપોર્ટ પર ખોટા સ્ટેંપ લગાવીને મલેશિયામાં એન્ટ્રી કરતા હોય છે. પાછા આવતા સમયે આ ખોટા ઈમીગ્રેસન સ્ટેંપ તેમની ધરપકડનું કારણ બની શકે છે.

આ પણ વાંચો :  કેન્દ્ર સરકારે 5 જાહેર ક્ષેત્રની બેંકોમાં તેનો હિસ્સો ઘટાડવાની તૈયારીઓ શરૂ કરી

Back to top button