ટ્રેન્ડિંગધર્મનેશનલયુટિલીટીશ્રી રામ મંદિર

અયોધ્યાઃ રામલલાના દર્શનના નિયમો બદલાયા, જાણો કેવી રીતે થશે દર્શન?

  • રામ મંદિરમાં પ્રવેશ માટે વહીવટીતંત્ર દ્વારા નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. જો તમે પણ મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છો તો પહેલા નિયમો જાણી લો

અયોધ્યા, 22 એપ્રિલ: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી દરરોજ દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં રામ ભક્તો રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચે છે. રામ મંદિરમાં પ્રવેશ માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા હતા જે હવે બદલવામાં આવ્યા છે. અગાઉ જે સરળતાથી મંદિરમાં પ્રવેશ શક્ય હતો તે હવે શક્ય બનશે નહીં. હવે સરકારે દર્શન માટે ત્રિસ્તરીય તપાસની વ્યવસ્થા બનાવી છે. ચાલો જાણીએ કે રામ મંદિરમાં પ્રવેશવાના નવા નિયમો શું છે.

રામલલાના મંદિરમાં પ્રવેશના નિયમોમાં કેમ કરવામાં આવ્યો ફેરફાર?

રામ મંદિરમાં પ્રવેશ માટેના નિયમોમાં ફેરફારનું કારણ સાયબર છેતરપિંડી અને ભક્તોની સુરક્ષા છે. કહેવામાં આવી રહ્યું છે કે પહેલાં કોઈ પણને કોઈ અન્યની આઈડી પર મંદિરમાં દર્શન કરાવવામાં આવી રહ્યા હતા. આ માટે છેતરપિંડી કરનારાઓ દ્વારા લોકો પાસેથી મોટી રકમ પણ લેવામાં આવી રહી હતી. આથી વહીવટીતંત્રે છેતરપિંડીથી બચવા માટે નવી સિસ્ટમ લાગુ કરી છે.

મંદિરમાં પ્રવેશવા માટે હવે ત્રણ સ્તરની થશે તપાસ

રામ મંદિરમાં પ્રવેશવા માટે ભક્તોએ હવે ત્રિસ્તરીય તપાસ કરાવવી પડશે. તે પછી જ ભક્તો રામલલાના દર્શન કરી શકશે. નવા નિયમો અનુસાર સૌ પ્રથમ ભક્તોએ પ્રવેશ દ્વાર પર તેમના પાસની તપાસ કરાવવી પડશે. આ પછી તમને સ્ક્રીનિંગ એરિયામાં મોકલવામાં આવશે જ્યાં તમારું આઈડી પ્રૂફ યુપી પોલીસના સબ ઈન્સ્પેક્ટર દ્વારા જોવામાં આવશે. આ ઉપરાંત ઈન્સ્પેક્ટર નજીકના દર્શન સ્લોટની પણ તપાસ કરશે અને તમારો ચહેરાને પણ આઈડી પ્રૂફ સાથે મેચ કરવામાં આવશે.

દર્શન કરવા જતી વખતે આઈડી પ્રુફ સાથે લઈને જવું

મંદિરમાં પ્રવેશતા પહેલાં ચેકિંગના અંતિમ તબક્કામાં તમારા પાસની ફરી એકવાર સામાન્ય તપાસ કરશે. આ પછી એક સ્લોટમાં બધા ભક્તોને એકસાથે મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. જો તમે પણ રામ મંદિર જવા ઇચ્છો છો તો પાસ અને આઈડી પ્રુફ સાથે લઈ જવાનું ભૂલતા નઈ.

કેટલા વાગ્યે શરુ થશે રામલલાના દર્શન?

રામલલાના દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે. બપોરે 12 થી 12.15 સુધી ભોગ અને આરતી દરમિયાન ભક્તો રામલલાના દર્શન કરી શકશે નહીં. ભગવાન રામની શ્રૃંગાર આરતીનો સમય સવારે 6.30 વાગ્યે છે, જ્યારે સંધ્યા આરતી સાંજે 7.30 વાગ્યે કરવામાં આવે છે. રાત્રે 10 વાગ્યા પછી કોઈ પણ ભક્ત મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. 22 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા અને અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પાકિસ્તાની સેનાપતિઓ પણ આ મંદિરમાં માથું નમાવે છે, જાણો તેનું મહત્ત્વ

Back to top button