IPL-2024ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

CSKનો જબરો ફેન! ચેન્નઈની ટીમના લોગોવાળું બનાવ્યું વેડિંગ કાર્ડ, આ જોઈને ધોની પણ થઈ જશે ફિદા

Text To Speech

HD News Desk (અમદાવાદ), 20 એપ્રિલ: ક્રિકેટરસિકોની ફેવરિટ ટૂર્નામેન્ટ IPL 2024 ચાલુ છે. દરેક વ્યક્તિ પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરી રહ્યા છે. કેટલાક ઘરે બેસીને પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક સ્ટેડિયમમાં જઈને પોતાનો પ્રેમ બતાવી રહ્યા છે. દરેક વ્યક્તિની પોતાની મનગમતી ટીમ પ્રત્યેનો પ્રેમ દર્શાવવાની અલગ રીત હોય છે. પરંતુ સૌથી યુનિક રીત એક કપલે નીકાળી છે. આ યુનિક રીત પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ

સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જે મેચની ટિકિટ જેવો દેખાય છે. આ ટિકિટમાં CSKનો લોગો બંને બાજુ જોવા મળે છે. જો કે, આ ફોટાને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે આ કોઈ મેચની ટિકિટ નથી પરંતુ વેડિંગ કાર્ડ છે, જે ટિકિટની જેમ પ્રિન્ટ કરવામાં આવ્યું છે. આ વ્યક્તિ CSKનો એટલો મોટો ફેન છે કે તેણે આખી ટિકિટ ચેન્નઈની ટીમની જેમ જ રંગમાં છપાવી છે. આ કાર્ડમાં એક તરફ વરનું નામ છે અને બીજી તરફ કન્યાનું નામ છે. લગ્નનો સમય એ રીતે લખવામાં આવે છે કે જાણે મેચનો સમય હોય. એટલું જ નહીં બીજી માહિતી પણ ટિકિટની જેમ જ છાપવામાં આવી છે.

આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર cskfansofficial નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 87 હજારથી વધુ લોકોએ પોસ્ટને લાઈક કરી છે. પોસ્ટ જોયા બાદ લોકો કપલને તેમના લગ્ન માટે અભિનંદન આપી રહ્યા છે.

આ પણ વાંચો: સટ્ટોડિયાઓએ ભારે કરી! મોદી સ્ટેડિયમમાં બેસીને લાઈવ મેચમાં સટ્ટો રમતા 3 પકડાયા

Back to top button