ટ્રેન્ડિંગબિઝનેસ

નારાયણ મૂર્તિના પાંચ મહિનાના અબજોપતિ પૌત્રે આટલા કરોડની કરી પહેલી કમાણી

Text To Speech
  • નારાયણ મૂર્તિએ ગયા મહિને જ તેમના પૌત્રને 15 લાખ શેર ગિફ્ટ કર્યા હતા
  • 240 કરોડ રુપિયાની કિમતના શેર બાદ હવે પૌત્રને 4.2 કરોડ રુપિયાનું ડિવિડન્ડ મળ્યું

દિલ્હી, 19 એપ્રિલ: સુપ્રસિદ્ધ આઇટી કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ ગયા મહિને તેમના પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિને અબજોપતિ બનાવ્યા હતા. તેમણે એકાગ્રને ઈન્ફોસિસના 15 લાખ શેર આપ્યા હતા, જેની કિંમત 240 કરોડ રૂપિયા હતી. ત્યારે હવે ઇન્ફોસિસે પણ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો બાદ રૂ. 28ના ડિવિડન્ડની જાહેરાત કરી છે. આ કારણે એકાગ્ર રોહન મૂર્તિએ એકલા ડિવિડન્ડથી 4.2 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઇન્ફોસિસે કહ્યું કે અંતિમ ડિવિડન્ડ અને સ્પેશિયલ ડિવિડન્ડ 31 મેના રોજ નક્કી કરવામાં આવશે. તેની ચુકવણી 1 જુલાઈના રોજ થશે.

ઈન્ફોસિસમાં એકાગ્ર કેટલા ટકા હિસ્સો ધરાવે છે?

નારાયણ મૂર્તિના પૌત્ર એકાગ્ર ઇન્ફોસિસના 15 લાખ શેર ધરાવે છે, એટલે કે કંપનીમાં તેમનો હિસ્સો 0.04 ટકા છે. જો આપણે તેને ઈન્ફોસિસના શેરની વર્તમાન બજાર કિંમત પ્રમાણે ઉમેરીએ તો તે લગભગ રૂ. 210 કરોડ થાય છે. તે મુજબ એકાગ્રને રૂ. 4.2 કરોડનું ડિવિડન્ડ મળશે.

એકાગ્ર નારાયણ મૂર્તિના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રવધૂ અપર્ણા કૃષ્ણનના પુત્ર છે. તેમનો જન્મ ગયા વર્ષે 10 નવેમ્બરે બેંગલુરુમાં થયો હતો. એકાગ્રના પિતા રોહન હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કરેલી છે અને સોરોકો સોફ્ટવેર ફર્મ ચલાવે છે. જ્યારે અપર્ણા કૃષ્ણનની વાત કરીએ તો તે મૂર્તિ મીડિયાને હેન્ડલ કરે છે.

આ પણ વાંચો: શૅરબજારમાં મોટો કડાકોઃ જાણો કયા કારણે તૂટ્યું બજાર

Back to top button