ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શૅરબજારમાં મોટો કડાકોઃ જાણો કયા કારણે તૂટ્યું બજાર

  • ઈઝરાયેલ-ઈરાન વચ્ચે મોટા પાયે યુદ્ધની સ્થિતિ સર્જાતા શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં જ ઘટાડો  

નવી દિલ્હી, 19 એપ્રિલ: ઈઝરાયેલ દ્વારા ઈરાન પર મિસાઈલથી હુમલો કરીને જવાબી કાર્યવાહી કરવામાં આવી છે, જેના કારણે મોટા પાયે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. ઈરાન સામે ઈઝરાયેલના આ જવાબી પગલાની અસર આજે શુક્રવારે શેરબજારમાં પણ જોવા મળી છે. ઈઝરાયેલ-ઈરાનના તણાવને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. શેરબજારમાં શરૂઆતી ટ્રેડિંગમાં જ કડાકો થયો છે. સેન્સેક્સ આજે 489 પોઈન્ટ ઘટીને 71,999.65 પર ખુલ્યો હતો અને લગભગ 600 પોઈન્ટ ઘટીને ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 200થી વધુ પોઈન્ટ ઘટીને 21,788.25 પર ટ્રેડ કરી રહ્યો છે.

BSE સેન્સેક્સના તમામ ટોચના 30 શેરોમાંથી, ITC અને Titanના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ બાકીના 28 શેરમાં ઘટાડો થયો છે. ઇન્ફોસિસમાં લગભગ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય AXIS, L&T, નેસ્લે જેવા શેર પણ 1.50 ટકાથી વધુ તૂટ્યા છે. જ્યારે NSEના 1800 શૅર્સ ઘટી રહ્યા છે, તો 344માં વધારો જોવા મળી રહ્યો છે.

તમામ ક્ષેત્રોમાં મોટો ઘટાડો

NSEના 2,214 શેરોમાંથી, 53 શેરમાં લોઅર સર્કિટ છે, જ્યારે 40માં અપર સર્કિટ છે. 15 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા છે. બેંક નિફ્ટીમાં આજે શુક્રવારે લગભગ 300 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 150 પોઈન્ટ સુધીનો ઘટાડો થયો છે. આ સિવાય આજે નિફ્ટીના તમામ સેક્ટરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ઓટોથી લઈને આઈટી, હેલ્થકેર અને ઓઈલમાં 1 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

કયા શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો?

સૌથી વધુ ઘટતા શેર્સની વાત કરવામાં આવે તો, NBCC ઈન્ડિયા 3 ટકા, ટાટા કોમ્યુનિકેશન લગભગ 5 ટકા, નાયકા (Nykaa) 3 ટકા, HPCL લગભગ 3 ટકા, BPCL 3.39 ટકા, કેનેરા બેંક 2.89 ટકા અને ICICI પ્રુડેન્શિયલ 3.72 ટકા ઘટ્યા છે.

શેરબજારમાં ઘટાડાનાં ત્રણ મોટાં કારણો

બજાર ખુલતા પહેલા ઈરાનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના ઈસ્ફહાન શહેરના એરપોર્ટ પર મિસાઈલથી હુમલો કર્યો છે. આવી સ્થિતિમાં જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે જોરદાર ઘટાડો જોવા મળ્યો. ઈઝરાયેલના હુમલાના કારણે ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ ઘટાડો થયો છે.

બીજું મોટું કારણ ગુરુવારે ઈન્ફોસિસનું પરિણામ હતું, જેના કારણે ADRમાં 8 ટકાનો ઘટાડો થયો હતો, જેના કારણે આ મોટી કંપનીમાં વેચવાલી થઈ હતી. આ સિવાય સેન્સેક્સની એક્સપાયરીના કારણે પણ આજે વેચવાલીનો દબદબો છે.

આ પણ જુઓ: ઈઝરાયેલનો ઈરાન પર જવાબી હુમલો: પરમાણુ સાઇટવાળા શહેરો પર છોડી મિસાઈલ

Back to top button