દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ, જાણો ક્યાં સસ્તું થયું?
- યુપીમાં પેટ્રોલની કિંમત 10 પૈસા ઘટીને 94.37 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 12 પૈસા ઘટીને 87.41 રૂપિયા પ્રતિ લિટર થઈ, ગુજરાતમાં ડીઝલમાં માત્ર 3 પૈસાના ઘટાડા સાથે 90.54 રુપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે
દિલ્હી,19 એપ્રિલ: લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કા હેઠળ આજે એટલે કે 19મી એપ્રિલે મતદાન થઈ રહ્યું છે. આ પહેલા સરકારી તેલ કંપનીઓએ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ (Petrol Diesel Today Price) અપડેટ કર્યા છે. જે મુજબ આજે રાષ્ટ્રીય સ્તરે તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તો કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું પણ થયું છે. તે જ સમયે, ઘણા રાજ્યો એવા પણ છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા અને ડીઝલની કિંમત 92.15 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા અને ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા અને ડીઝલની કિંમત 92.54 રૂપિયા પ્રતિ લીટર છે.
આ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું
જો રાજ્ય સ્તરની વાત કરીએ તો આજે યુપીમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે. યુપીમાં પેટ્રોલની કિંમત 10 પૈસા ઘટીને રૂ. 94.37 પ્રતિ લિટર અને ડીઝલ 12 પૈસા ઘટીને રૂ. 87.41 પ્રતિ લિટર થઈ ગઈ છે. આ સાથે ગુજરાતમાં ડીઝલના ભાવમાં પણ 3 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. હાલ ગુજરાતમાં 90.54 રુપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ, ઝારખંડ, કેરળ, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, રાજસ્થાનમાં પણ પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે.
આ પણ વાંચો: શૅરબજારમાં મોટો કડાકોઃ જાણો કયા કારણે તૂટ્યું બજાર