ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રથમ તબક્કાનું મતદાન શરૂ: 102 બેઠકો માટે 1,625 ઉમેદવારોનું ભાવિ થશે નક્કી

Text To Speech
  • કાશ્મીરથી કન્યાકુમારી સુધીના 21 રાજ્યો\કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહ્યું છે મતદાન

HD ન્યૂઝ ડેસ્ક, 19 એપ્રિલ: લોકશાહીનો પર્વ ગણાતી એવી લોકસભા ચૂંટણીની આજથી શરૂઆત થઈ ચૂકી છે. ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન આજે શુક્રવારથી શરૂ થઈ ગયું છે.  આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં 1,625 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે, જે હવે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 ​​કરોડ મહિલા મતદાતાઓ છે. જેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ વોટ કરવાની જાહેર જનતાને કરી અપીલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેકને મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં લખ્યું કે, ‘લોકશાહીનો સૌથી મોટો તહેવાર આજથી શરૂ થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે મતદાન છે. હું આ તમામ બેઠકોના મતદારોને વિનંતી કરું છું કે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. પ્રથમ વખત મતદાન કરવા જઈ રહેલા મારા યુવા મિત્રોને મારી ખાસ અપીલ છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે. લોકશાહીમાં, દરેક મત કિંમતી છે અને દરેક અવાજ મહત્વપૂર્ણ છે!

10 રાજ્યોમાં ચૂંટણી થઈ જશે પૂર્ણ 

મતદાનના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિની સાથે, 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા હશે જ્યાં ચૂંટણી સમાપ્ત થશે. પ્રથમ તબક્કામાં તમિલનાડુની તમામ 39 લોકસભા બેઠકો પર પણ મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે. આ તમામ તબક્કાનું 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ જુઓ: તિહાર જેલમાં CM કેજરીવાલને મારવાનું ષડયંત્ર રચવાનો AAP મંત્રીનો આરોપ

Back to top button