રામનવમીએ રામલલાના લલાટે સૂર્યતિલકની વિધિ ઘરે બેઠા જોઈ શકાશે, જાણો કેવી રીતે
અયોધ્યા, 16 એપ્રિલ: અયોધ્યામાં ભવ્ય રામ મંદિર તૈયાર છે અને થોડા દિવસો પહેલા જ મંદિરમાં ભગવાન શ્રી રામની સુંદર પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશભરમાંથી તમામ મોટી હસ્તીઓને અયોધ્યા બોલાવવામાં આવી હતી. મંદિરમાં રામલલાની સુંદર પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા પછી મંદિર સામાન્ય જનતા દર્શન કરી શકે તે માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને હવે દરરોજ લાખો લોકો રામલલાના દર્શન કરી રહ્યા છે. દરમિયાન રામનવમી આવવાની છે અને તેના માટે પણ ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ દિવસે રામલલાનો વિશેષ સુર્ય તિલક કરવામાં આવશે. આ દિવસે લાખો લોકો અયોધ્યા પહોંચશે, પરંતુ રામલલાનો આ કાર્યક્રમ તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો.
રામલલાના કપાળ પર સુર્ય તિલક
રામનવમી નિમિત્તે એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સૂર્યપ્રકાશ સીધો રામલલાના કપાળ પર પડશે. એવું કહેવામાં આવ્યું છે કે સૂર્યના કિરણો રામલલાના કપાળ પર સતત ચાર મિનિટ સુધી રહેશે. આ રીતે ભગવાન રામનું સુર્ય તિલક પૂર્ણ થશે. મોટી સંસ્થાઓના નિષ્ણાતોની ટીમ આ કામ કરવા માટે રોકાયેલી છે. આ માટે અરીસા અને લેન્સ લગાવવામાં આવ્યા છે, જે સૂર્યના કિરણોને પ્રતિબિંબિત કરીને ગર્ભગૃહ સુધી પહોંચશે.
આ પણ વાંચો: રામનવમી સ્પેશિયલ:અધધ…1.1 લાખ કિલો લાડવા અયોધ્યા પહોંચ્યા
તમે લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?
હવે જો તમે રામ નવમીના અવસર પર અયોધ્યા ન પહોંચી શકો તો આ સુર્ય તિલક કાર્યક્રમ ઘરે બેઠા જોઈ શકો છો. જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર કાર્યક્રમનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત અયોધ્યા સહિત અનેક શહેરોમાં મોટી એલઈડી સ્ક્રીન લગાવવાની પણ તૈયારીઓ કરવામાં આવી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પ્રસંગે ચાર લાખથી વધુ લોકો અયોધ્યા પહોંચી શકે છે. રામ નવમીને ધ્યાનમાં રાખીને મંદિરમાં દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અયોધ્યા રામ મંદિરની થીમ પર રિલીઝ થયો રંગબેરંગી ચાંદીનો સિક્કો, જાણો તેની કિંમત
રામલલાના દર્શન કેટલા વાગ્યાથી શરુ થશે?
રામનવમીના દિવસે રામલલાની પૂજા સવારથી જ શરૂ થઈ જશે, પરંતુ સુર્ય તિલક બરાબર 12 વાગ્યે થશે. બે દિવસ સુધી સવારે 6 થી રાતના 11 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકાશે.
આ પણ વાંચો: કાલથી રામ મંદિર ખાતે VIP દર્શન ઉપર પ્રતિબંધ, સમય પણ બદલાશે