RCB vs SRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય
બેંગલુરુ, 15 એપ્રિલ: IPL 2024ની 30મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમો સામ સામે છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
🚨 Toss Update 🚨
Royal Challengers Bengaluru have elected to bowl against Sunrisers Hyderabad.
Follow the Match ▶️ https://t.co/OOJP7G9bLr#TATAIPL | #RCBvSRH pic.twitter.com/sJyCNEU0Lx
— IndianPremierLeague (@IPL) April 15, 2024
બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી, ડુ પ્લેસિસ (C), વિલ જેક્સ, રજત પાટીદાર, સૌરવ ચૌહાણ, દિનેશ કાર્તિક (W), મહિપાલ લોમરોર, વિજયકુમાર વૈશક, રીસ ટોપલી, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ
સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, એઇડન માર્કરામ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (W), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (C), ભુવનેશ્વર કુમાર, જયદેવ ઉનડકટ, ટી નટરાજન
IPL 2024માં શું છે સ્થિતિ?
IPLની આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધીમાં 6 મેચ રમી છે. જેમાં માત્ર એક જ મેચમાં જ જીતનો સ્વાદ ચાખ્યો છે, બાકીની પાંચ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે અને બેંગ્લોર હાલ ટેબલ પર છેલ્લા સ્થાન પર છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની જો વાત કરીએ તો હૈદરાબાદની ટીમનું સારું પ્રદર્શન જોવા મળી રહી છે, સિઝનની પાંચ મેચ રમી છે તેમાંથી ત્રણ મેચમાં જીત મેળવી છે. જ્યારે બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે તે ટેબલ પર ચોથા સ્થાને છે.
પીચ રિપોર્ટ
IPLની આ સિઝનમાં બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચનું વર્તન કંઈક અલગ જ જોવા મળ્યું છે. અહીંની પીચમાં ડબલ પેસ જોવા મળી છે, જે બેટ્સમેનોને પરેશાન કરે છે. આ પીચ પર પ્રથમ બેટિંગ કરનારી ટીમો 200ની નજીક પહોંચી શકી નથી. પરંતુ અહીં પાછળથી બેટિંગ કરવી ઘણી સરળ બની જાય છે.
આ પણ વાંચો: રોહિત શર્મા ક્યારે કહેશે ક્રિકેટને અલવિદા? હિટમેને નિવૃત્તિ પર આપ્યું મોટું નિવેદન