વિશેષ

છેલ્લા નોરતે ઘરે જ કરો હવન, જાણો સરળ વિધિ અને પૂજા સામગ્રી

  • નવરાત્રિ દરમિયાન હવન કરવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન હવન કરવાથી મા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.જો તમે મંદિરમાં જઈને હવન ન કરી શકો તો તમે ઘરે જ એક સરળ પદ્ધતિથી હવન કરી શકો છો

ચૈત્ર નવરાત્રિનું સમાપન 17મી એપ્રિલ, રામ નવમીના દિવસે થશે. નવરાત્રિમાં અષ્ટમી અને નવમી તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે હવન સાથે પૂજાનું સમાપન માનવામાં આવે છે. કેટલાય લોકો માતાજીના નવ દિવસના અનુષ્ઠાન કરતા હોય છે. આ લોકો છેલ્લા નોરતે હવન-યજ્ઞ કરે છે. આ ઉપરાંત પણ કેટલાક લોકો નોમનો યજ્ઞ કરતા હોય છે. નવરાત્રિ દરમિયાન હવન કરવાથી શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન હવન કરવાથી મા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. નવરાત્રિ દરમિયાન હવન કરવાથી સ્વાસ્થ્યનું વરદાન મળે છે. જો તમે મંદિરમાં જઈને હવન ન કરી શકો તો તમે ઘરે જ એક સરળ પદ્ધતિથી હવન કરી શકો છો.

છેલ્લા નોરતે ઘરે જ કરો હવન, જાણો સરળ વિધિ અને પૂજા સામગ્રી hum dekhenge news નવરાત્રિ હવન સામગ્રી

હવન કરવા માટે સૌ પ્રથમ ઘરમાં હવન માટેની તમામ સામગ્રી એકઠી કરો. સૌથી પહેલા હવન કુંડની વ્યવસ્થા કરો. ત્યારબાદ ધૂપ, જવ, નાળિયેર, ગુગળ, મખાના, કાજુ, કિસમિસ, ખજૂર, મગફળી, સોપારી, મધ, ઘી, અક્ષત એકત્રિત કરો. હવનની આ બધી સામગ્રીને મિક્સ કરીને હવિષ્ય તૈયાર કરો. હવનની અગ્નિમાં જે સામગ્રીની આહૂતિ આપવામાં આવે છે તેને હવિષ્ય કહેવામાં આવે છે . હવન માટે અગ્નિ પ્રગટાવવા માટે રૂ, આંબાના લાકડા, ચંદન, કપૂર અને માચીસ રાખી લો.

આ રીતે હવન કરો

યોગ્ય સ્થાન શોધીને તેના પર 8 ઈંટો મૂકીને હવન કુંડ બનાવો. તમે બજારમાંથી તૈયાર હવન કુંડ પણ લાવી શકો છો. હવન કુંડ પાસે ધૂપ-દીપ પ્રગટાવો. કુંડ પર સ્વસ્તિક બનાવીને નાડાછડી બાંધો અને તેની પૂજા કરો. હવન કુંડમાં આંબાના લાકડાથી અગ્નિ પ્રગટાવો. હવે આ અગ્નિમાં ફળ, મધ, ઘી, કાષ્ટ વગેરે પદાર્થોની મંત્રો સાથે આહૂતિ આપો.

છેલ્લા નોરતે ઘરે જ કરો હવન, જાણો સરળ વિધિ અને પૂજા સામગ્રી hum dekhenge news

હવન દરમિયાન કરો આ મંત્રોનો જાપ

સૌથી પહેલા ઓમ આગ્નેય નમ: સ્વાહા બોલીને અગ્નિકુંડમાં તમામ પદાર્થોની આહૂતિ આપો. ઓમ ગણેશાય નમઃ સ્વાહા નામથી આહૂતિ આપો. ત્યારબાદ નવગ્રહોના દેવતાઓના નામની આહૂતિ આપો. ત્યારબાદ કૂળ દેવતા અને સ્થાન દેવતાને આહૂતિ આપો. હવે માતા દુર્ગાના તમામ નામો સાથે હવન કુંડમાં આહૂતિ આપો. જેમ કે ઓમ દુર્ગાય નમઃ સ્વાહા, ॐ ગૌરિયાય નમઃ સ્વાહા.

ત્યારપછી સપ્તશતી અથવા નર્વાણ મંત્રનો જાપ કરો અને આહુતિ આપો. તમે ગાયત્રીમંત્ર સાથે પણ આહૂતિ આપી શકો છો. ગાયત્રીમંત્રની એક માળા પૂર્ણ કરતા જાવ અને આહૂતિ આપો. પૂર્ણ આહુતિમાં ઓમ પૂર્ણમદ: પૂર્ણામિદમ્ પૂર્ણાત પુણ્ય મુદચ્યતે, પુણસ્ય પૂર્ણમાદાયા પૂર્ણમેલ વિસિસ્યતે સ્વાહા!નો જાપ કરો અને શક્ય હોય તો માતા પાસે યથાશક્તિ દક્ષિણા મૂકો. હવે તમારા પરિવાર સાથે આરતી કરો અને હવન પૂર્ણ કરો અને માતા પાસેથી ક્ષમા યાચના કરીને મંગલકામના કરો.

આ પણ વાંચોઃ 18 વર્ષ બાદ સૂર્ય-શુક્રએ બનાવ્યો શુક્રાદિત્ય રાજયોગ, આ ત્રણ રાશિઓને ખૂબ મળશે સફળતા

Back to top button