રીંગણ જરૂર ખાજો, વિટામીન B6નો છે ભંડાર, બીમારીઓથી બચાવશે
- ભલે તમને રીંગણનો સ્વાદ પસંદ હોય કે ન હોય, પરંતુ રીંગણનું શાક ગુણોની દૃષ્ટિએ અન્ય શાકભાજી કરતાં ઉતરતું નથી. તેમાં વિટામીન B6નો ભંડાર છે જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.
રીંગણનું શાક લગભગ દરેક ઘરમાં બનતું હશે, કેટલાક લોકોને રીંગણનું શાક અતિશય પ્રિય હોય છે, તો કેટલાક લોકો ખાસ કરીને નાના બાળકો કે યંગસ્ટર્સ આ શાકથી દૂર રહેવાનું પસંદ કરે છે. કેટલાકને સ્ટફ્ડ રીંગણ ખાવાનું ગમે છે તો કેટલાકને ભરેલા રીંગણ ગમે છે, જોકે ઘણા લોકોને રીંગણનો સ્વાદ પસંદ નથી હોતો. ભલે તમને રીંગણનો સ્વાદ પસંદ હોય કે ન હોય, પરંતુ રીંગણનું શાક ગુણોની દૃષ્ટિએ અન્ય શાકભાજી કરતાં ઉતરતું નથી. તેમાં વિટામીન B6નો ભંડાર છે જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. રીંગણ ખાવાથી ઘણી મોટી બીમારીઓ પણ દૂર રહે છે. તે પોષક તત્વોનો ભંડાર છે.
રીંગણ ખાવાના 5 મોટા ફાયદા
પાચન સુધારે છે
રીંગણમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. તે કબજિયાત અને પેટ ફૂલવું જેવી પાચન સમસ્યાઓથી રાહત આપી શકે છે
હાર્ટ હેલ્થ સુધારે
રીંગણમાં એન્થોસાયનિન નામના એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.
ડાયાબિટીસ કન્ટ્રોલમાં રાખે
રીંગણમાં ફાઈબર અને ક્લોરોજેનિક એસિડ હોય છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે બ્લડ સુગરનું સ્તર ઘટાડી શકે છે અને ડાયાબિટીસની જટિલતાઓનેને રોકવામાં મદદ કરી શકે છે.
કેન્સરથી રક્ષણ આપે
રીંગણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે કેન્સરને રોકવામાં મદદ કરે છે. તે ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનને ઘટાડી શકે છે, જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે.
હાડકાંને મજબૂત કરે છે
રીંગણમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાંને મજબૂત બનાવેછે. તે ઓસ્ટીયોપોરોસીસ જેવા હાડકાના રોગોથી બચાવવામાં મદદ કરે છે.
આ પણ વાંચોઃ 15 વર્ષથી ચાલતો શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ થશે ઑફ એર?, શું કહ્યું પ્રોડ્યુસરે?