રાજસ્થાનના આ ગામને જાપાન સાથે શું કનેક્શન? 1800 મતદારો અને ઈકિગાઈ રહસ્ય
- રાજસ્થાનમાં ઝુંઝુનુંમાં 100વર્ષ વટાવી ગયેલા લોકો રહે છે
- ખોરાકમાં નથી લેતા ઘંઉની રોટલી
- મતદાતા વિશેની માહિતી માટેના સર્વેમાં સામે આ વાત
રાજસ્થાન, 11 એપ્રિલ: આમ તો સમગ્ર જાપાનમાં વયોવૃદ્ધ લોકોની ઘણી મોટી સંખ્યા છે, જેના માટે ત્યાંનું વાતાવરણ અને જીવનપદ્ધતિ જવાબદાર છે. પરંતુ એ જ જાપાનમાં એક ક્ષેત્ર છે જ્યાં 90 ટકા કરતાં વધુ લોકો 100 વર્ષ કરતાં વધુ આયુષ્ય ભોગવે છે. સંશોધકોએ આ સ્થિતિને ઈકિગાઈ જીવન પદ્ધતિ તરીકે ઓળખાવી છે. ઈકિગાઈ અર્થાત તંદુરસ્ત, શાંતિપૂર્ણ દીર્ઘ જીવન. જાપાનના આવા વયોવૃદ્ધ તંદુરસ્ત નાગરિકોની દુનિયાભરમાં ચર્ચા છે અને તેના વિશે પુષ્કળ પુસ્તકો લખાયાં છે એટલું જ નહીં પરંતુ જાપાનનો એ વિસ્તાર પ્રવાસન ક્ષેત્ર તરીકે પણ વિકસ્યો છે.
પરંતુ આપણા દેશમાં, આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો 100 વર્ષ કરતાં વધુનું આયુષ્ય ભોગવી રહ્યા છે અને દેશમાં મોટાભાગના લોકોને તેના વિશે જાણ જ નથી! લોકસભા ચૂંટણીના માહોલમાં મતદાતાઓની માહિતી ભેગી કરવામાં આવતી હતી ત્યારે રાજસ્થાનના એક વિસ્તારમાં ખાસ પ્રકારની માહિતી સામે આવી છે. ઝુંઝુનું લોકસભા ક્ષેત્રમાં મોટાભાગના મતદારો 100 વર્ષથી વધુ ઉંમરના છે. તમને જાણીને નવાઈ લાગી ને! પણ શું છે આનું કારણ આવો જાણીએ.
1800+ મતદાતાનું આયુષ્ય 100+
આજના જમાનામાં માણસનું આયુષ્યની એવરેજ 60વર્ષની આસપાસનું છે. અને એમાં પણ વારંવાર બીમાર પડી જવું, ડૉક્ટરોના ચક્કર, દવાઓના ડોઝની સાથે જીવન જીવતા હોય છે. આ સિવાય આજના પ્રદુષિત વાતાવરણ, ભેળસેળ વાળો ખોરાક માણસના સ્વાસ્થ્યને અસર કરે છે. વાતાવરણમાં થોડુંક પણ પલટાતા માણસો શરદી-ખાંસીની ફરીયાદો શરુ થઈ જાય છે. આવી સ્થિતિમાં ક્યાંથી લોકો આયુષ્યની સદી મારી શકે? પરંતુ રાજસ્થાનના ઝુંઝુનું લોકસભા મતવિસ્તારના આ લોકો આરામથી ઉંમરનો 100 વર્ષનો પડાવ પાર કરી ગયેલા છે અને એ પણ વગર દવાએ તંદુરસ્તી સાથે. આ વિસ્તારમાં લોકસભા ચૂંટણી માટે મતદાતાની માહિતી ભેગી કરવા માટે કરાયેલા આ સર્વેમાં આ વિસ્તારના લોકોની તંદુરસ્તીના કેટલાક વિશેષ તથ્યો જોવા મળ્યા.
100+ આયુષ્યનું રહસ્ય
રાજસ્થાનના ઝુંઝનુંમાં કુલ 1803 મતદાતાઓ એવા નીકળ્યા જેમણે ઓલરેડી સદી મારી દીધી છે અને આ વખતની ચૂંટણીમાં વોટ પણ આપવાના છે. 100 વટાવી ચૂકેલા આ લોકોની તંદુરસ્તીનું પહેલું રહસ્ય તેમનો ખોરાક છે. જેમાં તેઓ દુધ, સાંગરી, મઠ્ઠા, દહીંનો ભરપુર ઉપયોગ કરે છે અને બજારનો ખોરાક કદી આરોગતા નથી. બીજું રહસ્ય એ કે તેઓ ઘઉંની જગ્યાએ બાજરી, મગ, મઠ, જુવાર, મકાઈ જેવા અનાજથી બનેલી રોટલી-રોટલા ભોજનમાં લે છે. ખોરાકની સાથે તેઓ પુષ્કળ મહેનત કરી રહ્યા છે. ઉપરાંત બાઈક, ગાડીની જગ્યાએ પગપાળા ચાલવાનું અને હંમેશા ગરમ કરેલું પાણી જ પીવાનો આગ્રહ રાખે છે. ઝુંઝુનુના આ નાગરિકો અને જાપાનના ઈકિગાઈ નાગરિકોનું આ સામ્ય ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે.
આ પણ વાંચો: ગરમીમાં પીવો છાશ, હેલ્થને મળશે અનેક લાભ, નહિ થાય ડિહાઈડ્રેશન