આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

સ્પેસ સ્ટેશનથી દેખાયો સૂર્યગ્રહણનો નજારો, જ્યારે પશ્ચિમના દેશોમાં છવાઈ ગયું અંધારું

  • એક બાજૂ સૂર્યગ્રહણના કારણે બનનારા ગોળ પડછાયાની મુવમેન્ટ દેખાતી હતી. સાથે ધરતીના એક ભાગમાં અંધારુ ફેલાવે છે. બીજી બાજુ અમેરિકી અવકાશ સંસ્થા NASA તેમજ SpaceXના માલિક Elon Muskએ એક વીડિયો ટ્વીટ કર્યો

8 એપ્રિલ, 2024ના રોજ ઉત્તરી અમેરિકાએ પૂર્ણ સૂર્ય ગ્રહણનો નજારો જોયો. ધરતીની ઉપરથી સૂરજનો કાળો પડછાયો પસાર થયો. પડછાયો આમ તો ચંદ્રમાનો હતો, પરંતુ અંધારાની એ ક્ષણોનો નજારો હેરાન કરનારો હતો. આ પડછાયો ગોળાકાર દેખાતો હતો. આ વિશિષ્ટ ખગોળીય ઘટના ઉપર ભારત ઉપરાંત પશ્ચિમના દેશોની ચાંપતી નજર હતી. ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાયું નહોતું, પરંતુ સંશોધનના દૃષ્ટિકોણથી આપણી તેના પર નજર હતી. દરમિયાન, અંતરિક્ષમાં ફરી રહેલા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન ઉપરાંત અમેરિકી અવકાશ સંસ્થા નાસાએ આ સૂર્યગ્રહણના કેટલાક વીડિયો તેમજ તસવીરો શૅર કરી છે.

નાસાએ ખાસ કરીને અમેરિકી રાજ્ય ઈન્ડિયાનાપોલીસમાં જોવા મળેલા સૂર્યગ્રહણનો વીડિયો શૅર કર્યો છે. નાસાના અહેવાલ અનુસાર 800 વર્ષના ગાળામાં ઈન્ડિયાનાપોલીસના નાગરિકો પ્રથમ વખત આવી ખગોળીય ઘટના જોઈ રહ્યા હતા.

આ વીડિયો નાસા, એલન મસ્ક, NOAA જેવા ઘણા લોકો અને સંસ્થાઓએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. NOAAના GOESEast સેટેલાઈટે આ નજારો કેદ કર્યો. જેમાં એક બાજૂ સૂર્યગ્રહણના કારણે બનનારા ગોળ પડછાયાની મુવમેન્ટ દેખાતી હતી. સાથે ધરતીના એક ભાગમાં અંધારુ ફેલાવે છે. બીજી બાજુ SpaceXના માલિક Elon Muskએ એક વીડિયો ટ્વીટ કર્યો. જેમાં લખ્યું હતું કે પૃથ્વીની કક્ષાથી સૂર્યગ્રહણ. આ વીડિયો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી લેવાયો છે.

54 વર્ષ બાદ બની આવી ઘટના

ચંદ્રમા 2400 કીમી પ્રતિ કલાકની સ્પીડથી સૂરજની સામેથી નીકળ્યો. આ કારણે તેનો પડછાયો ધરતીના એક ભાગમાંથી થઈને નીકળી ગયો. આવું સૂર્યગ્રહણ 1970માં થયું હતું. હવે આવો નજારો 2078માં જોવા મળશે. જે ભાગમાંથી ગોળાકાર પડછાયો નીકળ્યો, તેને પાથ ઓફ ટોટેલિટી કહેવાય છે.

પૃથ્વી પર પડતો પડછાયો 185 કિમી પહોળો હતો

પાથ ઓફ ટોટેલિટી એટલે કે સૂરજની સામે ચંદ્રમાના આવવાથી જમીન પર જે પડછાયો બન્યો તે. આ પડછાયો 185 કિમી પહોળો હતો. તે મેક્સિકો, અમેરિકા અને કેનેડામાં દેખાયો હતો. લગભગ 100 મિનિટ સુધી તે પાથ બનતો રહ્યો. સૂર્યગ્રહણ સમયે ઘણી જગ્યાએ દિવસ રાતમાં ફેરવાઈ ગયો હતો. અંધારું થઈ ગયું અને તાપમાનમાં ઘટાડો થયો હતો. રાત્રે એક્ટિવ રહેતા સજીવો સક્રિય થયા હતા અને કન્ફ્યૂઝ પણ. કારણ કે થોડા સમય પછી ફરી સૂરજ નીકળ્યો અને પ્રકાશ ફેલાયો. પાથ ઓફ ટોટેલિટીમાં 4 કરોડ લોકો રહે છે. બધાએ આ દ્રશ્ય જોયું. આવી ઘટના ફરી 54 વર્ષ અને 33 દિવસ પછી બનશે.

આ પણ વાંચોઃ શું ટાર્ગેટ કિલિંગ પાછળ ભારતનો હાથ? પાકિસ્તાનના આરોપ અંગે અમેરિકાએ આપ્યો જવાબ

Back to top button