ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈઝરાયેલમાં સરકાર વિરોધી રેલીથી નેતન્યાહુ ચિંતિત, ગાઝા પટ્ટીમાંથી સૈનિકોની પીછેહઠ

Text To Speech

તેલ અવીવ (ઈઝરાયેલ), 08 એપ્રિલ: ગાઝામાં સતત થઈ રહેલા મૃત્યુ અને ઈઝરાયેલના બંધકોના મૃત્યુને લઈને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ દેશમાં થઈ રહેલા વિરોધોએ તેમને બેકફૂટ પર મૂકી દીધા છે. ઈઝરાયેલે હવે દક્ષિણ ગાઝામાંથી સૈનિકોને પાછા ખેંચી લીધા છે. આ ઉપરાંત, ગાઝામાં ઈઝરાયલી બંધકોની સતત હત્યાના કારણે ઈઝરાયેલના લોકો સરકાર પર નારાજ છે. ઈઝરાયેલના તેલ અવીવમાં શનિવારે સરકાર વિરોધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. વિરોધ દરમિયાન એક કાર વિરોધીઓ પર ચડી જતાં પાંચ લોકો ઘાયલ થયા હતા, જેમાં એકને નાની ઈજાઓ થઈ હતી. પોલીસે ડ્રાઈવરની પૂછપરછ માટે અટકાયત કરી છે.

દરમિયાન, ઈઝરાયેલના સંચાર મંત્રી શ્લોમો કારહીએ પ્રદર્શનકારીઓ પર કાર ચલાવીને કચડી નાખતાં “ગઠબંધનની અંદર અને બહારના ડાબેરી નેતાઓ” ને દોષી ઠેરવ્યા હતા. કારહીએ હિબ્રુમાં ટ્વીટ કર્યું કે, વિરોધ કરનારાઓમાં ગાડી ન ચલાવો. પોલીસ અધિકારીઓ પર હુમલો કરશો નહીં. વડાપ્રધાન આવાસ સળગતી મશાલો ન ફેંકો. વિપક્ષી નેતા યાયર લેપિડે આ ઘટનાની નિંદા કરી. આ ઉપરાંત હિંસા અને વિભાજનને પ્રોત્સાહન આપવા માટે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની આગેવાની હેઠળની સરકારને દોષી ઠેરવી.

એક સપ્તાહથી સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે

ઈઝરાયેલ છેલ્લા અઠવાડિયાથી દેશના સૌથી મોટા સરકાર વિરોધી પ્રદર્શનને રોકી રહ્યું છે. જેમાં નવી ચૂંટણી અને હમાસ સાથે બંધક સોદાની માંગણી કરાઈ છે. જો કે, યુદ્ધને છ મહિના જેટલો સમય થઈ ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિઝ્યુઅલ્સમાં શનિવારે તેલ અવીવમાં હજારો વિરોધીઓ દેખાયા હતા. પોલીસે આર્લોઝોરોવ સ્ટ્રીટ અને બ્લોચ સ્ટ્રીટ પર ભેગા થયેલા લોકોને વેર-વિખેર કર્યા હતા. પ્રદર્શનને વિખેરતી વખતે એક વૃદ્ધને પોલીસના ઘોડાએ કચડી નાખ્યો હતો.

આ પણ વાંચો:  ગાઝામાં ટૂંક સમયમાં યુદ્ધવિરામ લાગુ થશે, UNSCમાં ઠરાવ પસાર

Back to top button