ટ્રેન્ડિંગમનોરંજન

રશ્મિકા મંદાનાના જન્મદિવસ પર ફેન્સને મળી સરપ્રાઈઝ, જુઓ પુષ્પા 2ની શ્રીવલ્લીની ઝલક

Text To Speech
  • અભિનેત્રી રશ્મિકા મંદાના તેનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની જબરદસ્ત સફળતા બાદ અભિનેત્રીના ફેન ફોલોઈંગમાં નોંધપાત્ર વધારો થયો છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ સુધી પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી રશ્મિકા મંદાના તેનો 28મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. 2021ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની જબરદસ્ત સફળતા બાદ અભિનેત્રીના ફેન ફોલોઈંગમાં નોંધપાત્ર વધારો થયો છે. રણબીર કપૂર સ્ટારર ફિલ્મ એનિમલમાં પણ અભિનેત્રીના રોલને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. જેના કારણે તે રાતો રાત નેશનલ ક્રશ બની ગઈ. હાલમાં અભિનેત્રી મોસ્ટ અવેઈટેડ ફિલ્મ પુષ્પા-2માં જોવા મળશે, જેની તૈયારીઓ ચાલી રહી છે.

‘પુષ્પા 2’ના સેટ પરથી સામે આવ્યો શ્રીવલ્લીનો ફર્સ્ટ લુક

આજે રશ્મિકા મંદાનાના 28માં જન્મદિવસ પર, ‘પુષ્પા: ધ રૂલ’ના નિર્માતાઓએ ચાહકોને ખુશ કરી દીધા છે. નિર્માતાઓએ 5 એપ્રિલે ફિલ્મની અભિનેત્રીની પહેલી ઝલક દર્શાવીને લેટેસ્ટ પોસ્ટર જારી કર્યું છે. ફર્સ્ટ લુકમાં શ્રીવલ્લીના પાત્રમાં અભિનેત્રીની ઝલક જોઈ શકાય છે. પોસ્ટરમાં રશ્મિકાનો લુક ખૂબ જ દમદાર અને સુંદર લાગે છે, એવી જ રીતે જેવી રીતે પહેલા ભાગમાં હતો.

લીલી-ગોલ્ડન સિલ્કની સાડી પહેરીને, વાળમાં સિંદૂર લગાવી અને ઘણી બધી જ્વેલરી પહેરેલી રશ્મિકા તેની શાર્પ સ્ટાઈલથી ચાહકોના દિલ જીતી રહી છે. તેના શાર્પ લુકનું આ પોસ્ટર સ્પષ્ટપણે દર્શાવે છે કે ફિલ્મમાં તેનું પાત્ર મજબૂત હશે. આ તસવીર શેર કરીને ફિલ્મના મેકર્સે અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

 

ફિલ્મ ક્યારે રીલીઝ થશે?

‘પુષ્પાઃ ધ રૂલ’માં ફરી એકવાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની હિટ જોડી સ્ક્રીન પર જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મનો પહેલો ટીઝર વીડિયો અલ્લુ અર્જુનના જન્મદિવસે એટલે કે 8મી એપ્રિલ 2024ના રોજ રીલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ આ વર્ષે 15મી ઓગસ્ટના રોજ રીલીઝ થઈ રહી છે.

આ પણ વાંચોઃ ના હોય! ચાવી વિના સ્કૂટી સ્ટાર્ટ કરી શકાય? જૂઓ આ જાદુઈ ટ્રિકનો વીડિયો

Back to top button