પાકિસ્તાનમાં દીપિકા-આલિયાનો ક્રેઝ, ફેશન ડિઝાઈનર નોમીએ જણાવી હકીકત
- પાકિસ્તાનમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટનો ક્રેઝ વધી રહ્યો છે. જાણીતા પાકિસ્તાની ફેશન ડિઝાઈનર નોમી અન્સારીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં મહિલાઓ દીપિકા અને આલિયા જેવી દેખાવા ઈચ્છે છે.
3 એપ્રિલ, મુંબઈઃ પાકિસ્તાનમાં બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટનો ક્રેઝ વધી રહ્યો છે. આ અભિનેત્રીઓએ પોતાની ફિલ્મો દ્વારા જ નહીં, પરંતુ તેમની ફેશન દ્વારા પણ લોકોના દિલમાં જગ્યા બનાવી છે. જાણીતા પાકિસ્તાની ફેશન ડિઝાઈનર નોમી અન્સારીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે પાકિસ્તાનમાં મહિલાઓ દીપિકા અને આલિયા જેવી દેખાવા ઈચ્છે છે.
દરેક વ્યક્તિ આલિયા કે દીપિકા જેવી દેખાવા ઈચ્છે છે
નોમી અંસારીએ કહ્યું કે મારી પાસે દરેક વ્યક્તિ ઘણી આશાઓ અને વિનંતીઓ સાથે આવે છે. મોટાભાગની છોકરીઓ અને મહિલાઓ આલિયા ભટ્ટ કે દીપિકા પાદુકોણ જેવી દેખાવા ઈચ્છે છે, પરંતુ તેમની પાસે એવો લુક મેળવવા માટે ન તો એવી ફીગર છે, ન તો લાઈફસ્ટાઈલ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તો પછી તેઓ આવા ગ્રાહકો સાથે શું કરે છે, ત્યારે ડિઝાઇનરે મજાકમાં જવાબ આપ્યો, હું તેમને મહેશ ભટ્ટ બનાવી દઉં છું.
ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં છવાઈ છે બોલિવૂડ અભિનેત્રીઓ
દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા જેવી બોલિવૂડ અભિનેત્રીઓ ઘણીવાર આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં જોવા મળે છે . તેમની ફેશન ચર્ચામાં રહે છે. આલિયા ભટ્ટે 2023 માં એક અદભૂત સફેદ પ્રિન્સેસ ગાઉનમાં મેટ ગાલાની શરૂઆત કરી હતી. ડિસેમ્બર 2023માં જેદ્દાહમાં રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા બે સ્ટાઈલિશ આઉટફિટ્સમાં જોવા મળી હતી. ઓસ્કાર અને મેટ ગાલાથી લઈને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી, દીપિકાએ છેલ્લા ઘણા વર્ષોમાં ધૂમ મચાવી છે. ભલે તે ઓસ્કર 2023માં તેનું ક્લાસિક બ્લેક ગાઉન હોય, મેટ ગાલા 2019માં તેણીનો બાર્બી જેવો ગુલાબી લુક હોય કે પછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનીની સાડીઓ હોય, અભિનેત્રીએ દરેક આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પ્રદર્શનમાં યાદગાર છાપ છોડી છે. આ વર્ષની શરૂઆતમાં તે બાફ્ટામાં સાડીમાં જોવા મળી હતી.
આ પણ વાંચોઃ ફોર્બ્સે જારી કરી ભારતના 200 ધનિકોની યાદી, જાણો કોણ કયા નંબરે છે?