અધિકારીના ઘરમાંથી મળ્યો ખજાનો, ગણતરી માટે લેવી પડી વિશેષ મદદ


પટણા, 23 જાન્યુઆરી, 2025: એક અધિકારીના ઘરમાંથી એટલો મોટો ખજાનો મળી આવ્યો છે કે, તેની ગણતરી માટે વિશેષ મદદ લેવી પડી છે. વાસ્તવમાં આ મામલો ભયાનક ભ્રષ્ટાચારનો છે જેમાં બિહારના એક અધિકારીના ઘરમાંથી એ હદે કાળુનાણું તથા અન્ય ચીજ વસ્તુઓ મળી આવી છે કે તેની ગણતરી માનવીય રીતે શક્ય નથી.
અહેવાલો મુજબ બિહાર વિજિલન્સ ટીમ સવારથી જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. વિજિલન્સની ચાર ટીમો દરભંગા, મધુબની, બેતિયા અને સમસ્તીપુર અને અન્ય સ્થળોએ તેના ઘર પર દરોડા પાડી રહી છે. બિહાર સ્પેશિયલ સર્વેલન્સ યુનિટના એડીજી પંકજ કુમાર દરાડના નિર્દેશ પર આ દરોડા પાડવામાં આવ્યા છે. તેમની માલિકીના અલગ અલગ સ્થળેથી કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ રકમ એટલી મોટી છે કે તેને ગણવા માટે એક મશીન મંગાવવામાં આવ્યું છે.
આ ભ્રષ્ટ અધિકારીની માલિકીના વિવિધ સ્થળેથી કરોડો રૂપિયાની રોકડની સાથે, સ્થાવર અને જંગમ મિલકતો પણ મળી આવી છે. આ બધાં સ્થળે શોધખોળ અને દરોડા હજુ પણ ચાલુ છે. જિલ્લા શિક્ષણ અધિકારીના ઘરેથી એટલા બધા પૈસા મળી આવ્યા છે કે તેની ગણતરી પણ કરવી મુશ્કેલ છે. સવારથી જ સતત દરોડા ચાલુ છે. કોઈને પણ ઘરમાં પ્રવેશવાની કે અંદરથી બહાર આવવાની મંજૂરી નથી. છેલ્લા ઘણા કલાકોથી વિજિલન્સ ટીમ તેમના ઘરે હાજર છે. તમને જણાવી દઈએ કે જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણ છેલ્લા 3 વર્ષથી બેતિયામાં પોસ્ટેડ છે. આ દરોડા તેમની ઓફિસમાં પણ ચાલી રહ્યા છે.
આ ભ્રષ્ટ અધિકારી રજનીકાંત પ્રવીણ પશ્ચિમ ચંપારણના જિલ્લા શિક્ષણ અધિકારી છે. વિજિલન્સ ટીમ તેમના ત્રણથી વધુ સ્થળોએ દરોડા પાડી રહી છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શિક્ષક સંગઠનોએ પણ તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. પ્રકાશમાં આવેલી માહિતી અનુસાર, રજનીકાંત પ્રવીણના ઠેકાણાઓમાંથી અત્યાર સુધીમાં ૧.૮૭ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી છે. તેમના પર લગભગ 3 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનો આરોપ છે.
મહાકુંભ વિશેના તમામ સમાચાર વાંચવા આ લિંક ઉપર ક્લિક કરો >>>
>>> https://www.humdekhenge.in/%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%95%e0%ab%81%e0%aa%82%e0%aa%ad-2025/
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD