એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલ

IIT બોમ્બેના પ્લેસમેન્ટમાં મોટો ઘટાડો: 36% વિદ્યાર્થીઓને નથી મળી નોકરીની ઓફર

  • IIT બોમ્બેના 85 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 1 કરોડની નોકરીની ઓફર મળી
  • નોંધાયેલા 2000માંથી 712 વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ પ્લેસમેન્ટ મળ્યું નથી 

મુંબઈ, 3 એપ્રિલ: IIT બોમ્બે પ્લેસમેન્ટમાં આ વર્ષે ભારે ઘટાડો નોંધાયો છે. જેમાં લગભગ  36% વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરીની ઓફર નથી મળી. જાન્યુઆરીમાં અહેવાલ બહાર આવ્યા હતા કે, IIT બોમ્બેના 85 વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. 1 કરોડની નોકરીની ઓફર મળી છે. જેમાં નવું અપડેટ એ છે કે, આ વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, બોમ્બે (IIT Bombay)ના 36 ટકા વિદ્યાર્થીઓને હજુ સુધી કોઈ નોકરી મળી નથી. હાલના આ દિવસોમાં IIT બોમ્બેમાં પ્લેસમેન્ટ ચાલી રહ્યું છે, જેમાં ભારત અને વિદેશની જાણીતી કંપનીઓએ ભાગ લીધો છે. જેમાં હવે એવા અહેવાલ છે કે, પ્લેસમેન્ટમાં ભાગ લેવા માટે નોંધાયેલા 36 ટકા વિદ્યાર્થીઓને હજુ સુધી નોકરીની ઓફર મળી નથી. અહેવાલ મુજબ, IIT બોમ્બેના 2000 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી, લગભગ 712 વિદ્યાર્થીઓને આ સત્રમાં હજુ સુધી કોઈ પ્લેસમેન્ટ મળ્યું નથી. ગ્લોબલ IIT એલ્યુમની સપોર્ટ ગ્રુપ (Global IIT Alumni Support Group)ના ધીરજ સિંહે આ ડેટા શેર કર્યો છે. પ્લેસમેન્ટની પ્રક્રિયા હાલમાં IIT બોમ્બેમાં ચાલી રહી છે જે મે-2024 સુધી ચાલુ રહેશે.

પ્રથમવાર IIT બોમ્બેના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ન મળ્યું હોય તેવું બન્યું!

IIT બોમ્બેમાં કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ શાખાની સૌથી વધુ માંગ છે. દર વર્ષે આ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને 100% પ્લેસમેન્ટ મળે છે. પરંતુ આ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ ન મળ્યું હોય તેવું આ પ્રથમવાર બન્યું છે. ગયા વર્ષે, IIT બોમ્બેના 32.8 ટકા વિદ્યાર્થીઓ નોકરી મેળવી શક્યા ન હતા. આ વર્ષે એવા વિદ્યાર્થીઓની સંખ્યામાં 2.8 ટકાનો વધારો થયો છે જેઓ અત્યાર સુધી પ્લેસમેન્ટ મેળવી શક્યા નથી. નોંધાયેલા 2,209 વિદ્યાર્થીઓમાંથી 1,485 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ મેળવ્યું હતું. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, IIT-Bombayના પ્લેસમેન્ટ સેલના અધિકારીઓએ કહ્યું હતું કે, વૈશ્વિક આર્થિક મંદીને કારણે પ્લેસમેન્ટ સીઝન માટે કંપનીઓને બોલાવવી મુશ્કેલ બની ગઈ છે.

તાજેતરની પ્લેસમેન્ટ સિઝનમાં, વૈશ્વિક આર્થિક મંદી વચ્ચે ઘણી IITsમાં વિદ્યાર્થીઓને નિયુક્ત કરવા આવતા ભરતીકારોની સંખ્યા અને પ્રકારમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. IITમાં પ્લેસમેન્ટ સેલ સાથે સંકળાયેલા એક નવા ફેકલ્ટી મેમ્બરે કહ્યું કે, પ્રિફર્ડ પ્રોવાઇડર ઓર્ગેનાઇઝેશન (પીપીઓ) બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ હજુ આગળ આવી નથી, તેઓ સિઝનના અંતમાં આવી શકે છે. “અમેરિકા અને બ્રિટનની કેટલીક કંપનીઓ તેમના દેશની બહારના પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માંગતી નથી, તેથી તેઓ હજુ સુધી પ્લેસમેન્ટ માટે આવી નથી.”

આ પણ જુઓ: બુલેટ ટ્રેનની ઝડપે દોડતી ભારતીય અર્થવ્યવસ્થા: વર્લ્ડ બેંકે GDP ગ્રોથનો અંદાજ વધાર્યો

Back to top button