ટ્રેન્ડિંગમનોરંજન

‘ઝુકેગા નહીં સાલા’: સિગ્નેચર સ્ટાઈલમાં અલ્લુ અર્જુનનું વેક્સ સ્ટેચ્યુ, અભિનેતાએ આપ્યો પોઝ

  • સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનનું વેક્સ સ્ટેચ્યુ દુબઈના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવાયું છે. આ સ્ટેચ્યુ અદ્દલ અલ્લુ અર્જુન જેવું લાગે છે અને એટલું જ નહીં, આ સ્ટેચ્યુ એક્ટરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ની સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે.

29 માર્ચ, શુક્રવારઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લૂ અર્જુન આજકાલ ખૂબ જ ચર્ચાઓમાં છે. ‘પુષ્પા‘ની બ્લોકબસ્ટર હિટ બાદ હવે આ એક્ટર આ ફિલ્મના બીજા પાર્ટની તૈયારીઓમાં વ્યસ્ત છે. હાલમાં ‘પુષ્પા 2’નું શૂટિંગ ચાલી રહ્યું છે. સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જુનનું વેક્સ સ્ટેચ્યુ દુબઈના પ્રખ્યાત મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવાયું છે. આ સ્ટેચ્યુ અદ્દલ અલ્લુ અર્જુન જેવું લાગે છે અને એટલું જ નહીં, આ સ્ટેચ્યુ એક્ટરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા’ની સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે. ફિલ્મનો પ્રખ્યાત ડાયલોગ ‘મેં ઝૂકેગા નહીં સાલા’ દુનિયાભરમાં એટલો ફેમસ થઈ ગયો છે કે આખરે અલ્લૂ અર્જુનનું આ સ્ટેચ્યુ તે ફિલ્મની સિગ્નેચર સ્ટાઈલમાં બનાવવામાં આવ્યું છે. અભિનેતાએ જાતે જ દુબઈમાં આ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે. તેણે સોશિયલ મીડિયા પર શેર કરીને ચાહકોને તેની ઝલક પણ બતાવી છે.

અભિનેતાએ શેર કરી તસવીરો

અલ્લુ અર્જુને 28મી માર્ચે દુબઈમાં મેડમ તુસાદ ખાતે તેના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. અલ્લુની આ પ્રતિમા લાલ કોટ, સફેદ શર્ટ અને કાળા પેન્ટમાં એકદમ રિયલ લાગી રહી છે. અભિનેતાએ ‘પુષ્પા’ સ્ટાઈલમાં સેમ સિગ્નેચર પોઝ આપીને સ્ટેચ્યુનું અનાવરણ કર્યું છે. આ દરમિયાન તે સ્ટેચ્યુ સાથે ટ્વિનિંગ આઉટફિટમાં પણ જોવા મળ્યો હતો. લોન્ચ દરમિયાન તેનો આખો પરિવાર હાજર રહ્યો હતો. એક્ટરે ખુદ આ ઈવેન્ટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

અભિનેતાએ વ્યક્ત કરી ખુશી

પોતાના સ્ટેચ્યુનું અનાવરણ કરવા પર અભિનેતાએ ખુશી વ્યક્ત કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરતા કહ્યું કે મેડમ તુસાદમાં મીણની પ્રતિમાનું અનાવરણ કરીને ખૂબ જ ખુશ છું. દરેક અભિનેતા માટે આ એક માઇલસ્ટોન ક્ષણ હોય છે. ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ તેના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ છે. આ ફિલ્મ 2021માં રીલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર હિટ બની હતી. તાજેતરમાં જ 69માં રાષ્ટ્રીય પુરસ્કારમાં આ ફિલ્મ માટે અભિનેતાને શ્રેષ્ઠ અભિનેતાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. હવે તે તેની આગામી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ની રીલીઝની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024ના રોજ રીલીઝ થશે.

આ પણ વાંચોઃ પુલકિત સમ્રાટે નવી દુલ્હન માટે બનાવ્યો હલવો, શું હતું કૃતિનું રિએક્શન?

Back to top button