ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

બાળકને બચાવતાની સાથે જ સોશિયલ મીડિયા પર એક માણસ બની ગયો હીરો, જૂઓ વીડિયો

Text To Speech
  • સોશિયલ મીડિયા પર હાલમાં એક વ્યક્તિ બાળકને બચાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે

HD ન્યૂઝ ડેસ્ક, 27 માર્ચ: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે સૌથી પ્રખ્યાત પ્લેટફોર્મ બની ગયું છે. એક તરફ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અજીબોગરીબ કામ કરનારા લોકોની મજાક ઉડાવે છે તો બીજી તરફ બહાદુરી દેખાડનારા લોકોની પ્રશંસા પણ કરે છે. અત્યારના સમયમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ વ્યક્તિની થોડી જ વારમાં આબરુ લેવાઈ પણ જાય છે અને થોડી જ ક્ષણમાં તમને સોશિયલ મીડિયા હીરો પણ બનાવી દે છે. હાલમાં આવા જ એક અજાણ્યા માણસને સોશિયલ મીડિયાએ હીરો બનાવી દિધો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોયા બાદ લોકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે.

વીડિયોમાં શું જોવા મળ્યું?

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક CCTV વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ મોડી રાત્રે બાઇક પર આવે છે અને એક જગ્યાએ ઊભો રહે છે. તેનો મિત્ર પણ તેની બાઇક પર તેની પાછળ આવે છે. તે માણસ તેની બાઇક પરથી નીચે ઉતરે છે અને તેના મિત્ર સાથે વાત કરવા જાય છે. પછી તેની નજર એક દિવાલ પર પડે છે અને તે ઝડપથી તેની તરફ દોડે છે. વિડીયો જોયા બાદ સમજાય છે કે તે એક બાળકને દિવાલ કે છત પરથી પડતા જોયા છે, જેને બચાવવા તે દોડીને તે બાળકને પોતાના ખોળામાં પકડી લે છે.

અહીં જૂઓ વાયરલ વીડિયો:

 

સોશિયલ મીડિયામાં લોકો કરી રહ્યા છે ખૂબ વખાણ

આ વીડિયો X પર @gharkekalesh નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. એકાઉન્ટ યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘દરેક હીરો કેપ નથી પહેરતો.’ વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું છે કે, ‘જો એક સેકન્ડનો વિલંબ થયો હોત તો તેનો જીવ ન બચ્યો હોત, આ વ્યક્તિને સલામ.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘આ પુરુષ સ્વરૂપમાં નારાયણ છે.’ અન્ય યુઝરે લખ્યું છે કે, ‘આ માણસને સલામ.’

આ પણ વાંચો: છોકરી બનીને યુવક પહોંચ્યો ગર્લ્સ હોસ્ટેલ, પોલ ખુલતા મેથી પાક ચખાડ્યો, જૂઓ વીડિયો

Back to top button