અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

વડોદરાના પૂર્વ ક્રિકેટર પિતા-પુત્રના છેતરપિંડીના કેસમાં નવો વળાંક, કારસ્તાનનો પર્દાફાશ

  • ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્ર ઋષિ આરોઠે કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા પચાવી પાડ્યા

વડોદરા, 27 માર્ચ: વડોદરાના પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠે અને તેના પુત્ર ઋષિ આરોઠે દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ પિતા-પુત્રના વધુ એક કારસ્તાનનો SOG પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેના પુત્ર ઋષિ આરોઠે કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા પચાવી પાડ્યા છે. આંગડિયામાં જયપુરથી નાશિક મોકલાયેલા આ રૂપિયા તુષાર આરોઠે ઉપાડી લીધા હતા. 10 રૂપિયાની નોટનો નંબર બતાવીને તુષાર આરોઠેએ 1.39 કરોડની છેતરપિંડી કરી હતી. જ્યારે ઋષિ આરોઠેના ઈશારે તેના સાગરિતે નાશિકના આંગડિયામાંથી 60 લાખ ઉપાડ્યા હતા.

ચલણી નોટનો નંબર બતાવીને રૂપિયા પડાવી લીધા

મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ એવા તુષાર આરોઠેના ઘરેથી કરોડો રૂપિયા મળી આવવાના મામલે SOG પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં અનેક રહસ્યો ખુલ્લા પડયા છે. પૂર્વ રણજી ક્રિકેટર ઋષિ આરોઠેએ રાજસ્થાનના કોટા સ્વામિનારાયણ મંદિરના ઝોળીદાનના 2 કરોડ રૂપિયા પચાવી પાડયા હોવાનું ખુલ્યુ છે. જે બાદ સાળંગપુર હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓએ SOG પોલીસનો સંપર્ક કરતાં આ રહસ્ય બહાર આવ્યું છે.

પોલીસે ઘરેથી જપ્ત કરી 1 કરોડ રૂપિયાની જંગી રકમ 

વડોદરા પોલીસે તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચ તુષાર આરોઠેના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલા તેમના ઘરેથી 1 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કર્યા બાદ તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.એસઓજી પોલીસે જણાવ્યું હતું કે, રોકડ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોઠે કોઇ યોગ્ય ખુલાસો કરી શક્યા ન હતા. રોકડની બેગ આરોઠેના પુત્ર ઋષિના એપાર્ટમેન્ટમાં મળી આવી છે, જે અગાઉ ક્રિકેટ સટ્ટાબાજી અને છેતરપિંડીના કેસમાં સંડોવાયેલો છે. આ સિવાય વિક્રાંત રાયપટવાર અને અમિત જનિત નામના અન્ય બે સહયોગીઓ પણ રૂ. 38 લાખની રોકડ સાથે મળી આવ્યા હતા. રાયપટવાર અને જનિતની CRPCની કલમ 102 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2019માં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની IPL મેચ દરમિયાન કથિત સટ્ટાબાજીના આરોપમાં શહેરના સ્થાનિક કાફેમાંથી આરોઠે સહિત 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા હતા. તુષાર આરોઠે સહિતના સટ્ટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં પ્રોજેક્ટર ઉપર મેચ જોતાંજોતાં મોબાઈલના વિવિધ સોફ્ટવેરની મદદથી સટ્ટો રમી રહ્યા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2017માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી ત્યારે વડોદરાના પૂર્વ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર તુષાર આરોઠે મુખ્ય કોચ હતા. તેમને બે વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું. પરંતુ તેમનો કાર્યકાળ જુલાઇ 2018માં અકાળે સમાપ્ત થયો, જ્યારે તેમણે ટીમમાં મતભેદના અહેવાલોને પગલે એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામેની હાર બાદ રાજીનામું આપ્યું. તે 2008 અને 2012 વચ્ચે ટીમના કોચિંગ સ્ટાફનો પણ એક ભાગ પણ રહી ચૂક્યા છે.

આ પણ જુઓ: અમદાવાદમાં ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ITના દરોડા

Back to top button