ટ્રેન્ડિંગનેશનલ

આસામનો CMનો દાવો, 2026 સુધીમાં રાજ્યમાં કોઈ કોંગ્રેસી નેતા બાકી રહેશે નહીં

Text To Speech

ગુવાહાટી (આસામ), 26 માર્ચ: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ દાવો કર્યો છે કે વર્ષ 2026 સુધીમાં આસામમાં કોંગ્રેસનો કોઈ નેતા બાકી રહેશે નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાજપમાં જોડાશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું ભવિષ્ય ‘અંધકાર’માં, રાજ્યની સૌથી જૂની પાર્ટી 2026 સુધીમાં ખતમ થઈ જશે. કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેન કુમાર બોરા જાન્યુઆરી 2025માં ભાજપમાં જોડાશે. મેં તેમના માટે 2 મતવિસ્તાર નક્કી કર્યા છે. બધા નેતાઓ આપણા હાથમાં છે. જ્યારે જરૂર પડશે ત્યારે હું તેમને લાવીશ.

કોંગ્રેસ નેતાએ આપ્યું રાજીનામું

આસામના લખીમપુર જિલ્લાના નૌબોઇચાના ધારાસભ્ય ભરત ચંદ્ર નારાએ સોમવારે તેમની પત્નીને લોકસભા ચૂંટણી માટે ટિકિટ ન અપાતા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. બે દિવસ પહેલા કોંગ્રેસે ઉદય શંકર હજારિકાને લખીમપુર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા હતા. નારાને આશા હતી કે કોંગ્રેસ તેમની પત્ની અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાની નારાને આ બેઠક પરથી ટિકિટ આપશે. તેમની પત્ની રાની નારા ત્રણ વખત લખીમપુરથી સાંસદ રહી ચૂક્યા છે અને એક વખત રાજ્યસભાના સભ્ય પણ હતા.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાની નારા અને હઝારિકા લખીમપુરથી ટિકિટની માંગ કરી રહ્યા હતા, હઝારિકા થોડા મહિના પહેલા સત્તાધારી ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા હતા.

કોંગ્રેસે રાજ્યની 14માંથી 13 લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. તેણે ડિબ્રુગઢ સીટ પર સહયોગી આસામ રાષ્ટ્ર પરિષદ (AJP)ને સમર્થન આપવાની ઓફર કરી છે.

લોકસભામાં રાજ્યમાંથી કોંગ્રેસના ત્રણ અને ભાજપના નવ સાંસદો છે. એક સીટ AIUDF અને એક અપક્ષ પાસે છે. હાલમાં, 126 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 61 સભ્યો છે, જ્યારે તેના સાથી પક્ષો AGP અને UPPL પાસે અનુક્રમે નવ અને સાત ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે વિપક્ષમાં 27 ધારાસભ્યો છે જ્યારે AIUDF પાસે 15 સભ્યો છે. આ સિવાય બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (BPF)ના ત્રણ ધારાસભ્યો, CPI(M)ના એક અને એક અપક્ષ ધારાસભ્ય છે.

આ પણ વાંચો: સુપ્રિયા શ્રીનેતની ‘પોસ્ટ’ પર હંગામો, કંગનાના વાંધા બાદ હવે કોંગ્રેસ નેતાએ આપ્યો ખુલાસો

Back to top button