બદાયું ડબલ મર્ડર કેસ: સાજિદે બાળકોની હત્યા કેમ કરી? ખુલાસો ન થતાં પિતાએ બાઇકમાં ચાંપી આગ
બદાયું (ઉત્તર પ્રદેશ), 24 માર્ચ: ઉત્તર પ્રદેશના બદાયુંમાં ડબલ મર્ડરનું કારણ બહાર ન આવતા આક્રંદ કરતા પિતાએ રવિવારે બાઇકને આગ ચાંપી દીધી હતી. બે માસૂમ બાળકોની હત્યાના કેસમાં એક આરોપી સાજિદને યુપી પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો, જ્યારે બીજા આરોપી જાવેદની પોલીસે 21 માર્ચે ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલી દીધો હતો. જોકે, સાજિદે બે માસૂમ બાળકોને શા માટે માર્યા તે હજુ સુધી જાણી શકાયું નથી.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે. સીઓ સિટી આલોક મિશ્રા ઘટનાસ્થળે પહોંચ્યા અને સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના પ્રભારી ગૌરવ વિશ્નોઈ પરિવારના સભ્યો સાથે વાત કરીને તેમને સમજાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. પોલીસે જણાવ્યું કે હત્યાનું કારણ કેસની તપાસ બાદ જ બહાર આવશે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તારની બાબા કોલોનીમાં 19 માર્ચની સાંજે તેમના જ ઘરમાં બે માસૂમ બાળકોની હત્યા કરવામાં આવી હતી. હત્યાનો આરોપી સાજિદ હતો, જે પાડોશમાં સલૂન ચલાવે છે. સાજીદ તેના ભાઈ જાવેદ સાથે મંગળવારે સાંજે બાબા કોલોનીમાં એક ઘરમાં ઘૂસી ગયો હતો અને ત્રણ સગીર ભાઈઓ – આયુષ (12), અહાન ઉર્ફે હની (8) અને યુવરાજ (10) પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં આયુષ અને અહાનનું મૃત્યુ થયું હતું જ્યારે યુવરાજ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
બાળકોના પિતા વિનોદ કુમારની ફરિયાદ પર નોંધાયેલી FIR અનુસાર, સાજિદે સંગીતા પાસેથી તેની પત્નીની ડિલિવરી માટે 5,000 રૂપિયા માંગ્યા હતા. કુમારના કહેવા પ્રમાણે, જ્યારે સંગીતા પૈસા લેવા અંદર ગઈ ત્યારે સાજીદ ઘરના ટેરેસ પર ગયો, જાવેદ પણ ટેરેસ પર પહોંચ્યો. ત્યારબાદ બંનેએ તેના પુત્રોને પણ ટેરેસ પર બોલાવ્યા અને ત્રણેય બાળકો પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. હત્યાના થોડા કલાકો બાદ જ આરોપી સાજિદ (22) પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
આ પણ વાંચો: બદાયું હત્યાકાંડ બાદ આરોપીની માતાનું સામે આવ્યું નિવેદન, પુત્રના એન્કાઉન્ટર પર કહ્યું-