ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હું બદાયૂંનો જાવેદ છું, મને પોલીસ પાસે લઈ જાઓ: નાટકીય અંદાજમાં વીડિયો ઉતારી આરોપીનું સરેન્ડર!

Text To Speech
  • જેમના બાળકો માર્યા ગયા તેમની સાથે અમારા ઘણા સારા સંબંધો હતા: આરોપી જાવેદ

બદાયૂં(ઉત્તર પ્રદેશ), 21 માર્ચ: ઉત્તર પ્રદેશના બદાયૂંમાં બે બાળકોની હત્યા કરનાર ફરાર આરોપી જાવેદ ખૂબ જ નાટકીય અંદાજમાં બરેલી પહોંચ્યો હતો. ઓટોમાં બેસીને તેણે કહ્યું કે, “હું બદાયૂંનો જાવેદ છું, મને પોલીસ પાસે લઈ જાઓ.” આરોપી જાવેદ દ્વારા ઓટોમાં સવાર થઈને કરવામાં આવેલા નાટકનો વીડિયો બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં આરોપી પોતે જાવેદ છે તે સાબિત કરવા માટે પોતાનું આધાર કાર્ડ પણ બતાવે છે.

 

વીડિયો બનાવવો અને તેની આસપાસના લોકો દ્વારા તેવા પ્રશ્નો પૂછવા કે જેથી તે નિર્દોષ દેખાઈ. નાટકિય અંદાજમાં વીડિયો બનાવીને જાવેદે બરેલીમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. અહીંની પોલીસને માહિતી મળ્યા પછી, બદાયૂંથી આવેલી પોલીસની ટીમ તેને લઈ ગઈ હતી. હવે જાવેદની પૂછપરછ કરવામાં આવશે

જે થયું તે મારા ભાઈએ કર્યું છે: જાવેદ

બદાયૂં ડબલ મર્ડર પર લોકોના સવાલ પર જાવેદ કહ્યું કે, જે પણ થયું છે તે મારા ભાઈ સાજિદે કર્યું છે. જેમના બાળકો માર્યા ગયા, તેમની સાથે અમારા ઘણા સારા સંબંધો હતા. પછી મને ખબર નથી કે આવું કેમ થયું પણ હું ત્યાં નહોતો. હું ડરીને બરેલી ભાગી આવ્યો છું, મને પોલીસ પાસે લઈ જાઓ. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

SSP આલોક પ્રિયદર્શીએ કહ્યું કે, “બીજા આરોપી જાવેદની જિલ્લા પોલીસે ધરપકડ કરી છે. અમારી ટીમ તેને બરેલીથી બદાયૂં લાવી રહી છે. કેસની હકીકત જાણવા અમે તેની પૂછપરછ કરીશું.”

આ પણ જુઓ:દિલ્હીમાં બે માળની નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળ નીચે દબાઈને 2ના મૃત્યુ-1 ઘાયલ

Back to top button