અમદાવાદટ્રેન્ડિંગમનોરંજનલાઈફસ્ટાઈલવિશેષહેલ્થ

આ અભિનેત્રીઓ લડી કેન્સર સામે જંગ

અમદાવાદ, 24માર્ચ 2024 : ‘જનક’ ,’ભાભી’ ,’હિટલર દીદી’ , ‘મહાદેવ’ ફેમ ટીવી એક્ટ્રેસ ડોલી સોહીનું 48 વર્ષની વયે સર્વાઈકલ કેન્સરના લીધે મૃત્યુ થયું. અમુક મહિનાઓ પહેલાં મોડેલ પૂનમ પાંડેએ પણ સર્વાઈકલ કેન્સરની જાગૃતિ માટે પોતાના ફેક ડેથના ન્યૂઝ વહેતા કર્યા હતા. ત્યારે આજે જાણીએ એ બૉલીવુડ અભિનેત્રીઓ વિશે કે જેમણે કેન્સર સામેની જંગ જીતી છે.

કિરણ ખેર:

ઈન્ડિયા’સ ગોટ ટેલેન્ટમાં કરણ જોહર અને મલાઇકા અરોરા સાથે જજ તરીકે જાણીતા થયેલા કિરણ ખેર તેમના કોમેડી અંદાજ માટે જાણીતા છે. વીર-ઝારા, રંગ દે બસંતી, ઓમ શાંતિ ઓમ, દોસ્તાના, દેવદાસ ઉપરાંત ઘણી બધી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા કિરણ ખેર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેવરિટ મધર તરીકે ઓળખાય છે. કિરણ ખેરની ફિલ્મી સફરની શરૂઆત વર્ષ 1983માં પંજાબી ફિલ્મ ‘આસરા પ્યાર દા’થી થઈ હતી. દેવદાસ, રંગ દે બસંતી, દોસ્તાના ફિલ્મ માટે તેમનું ફિલ્મફેર ઍવોર્ડમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર કેટેગરીમાં નોમિનેશન થયું હતું. વર્ષ 1996 માં આવેલી શ્યામ બેનેગલની ફિલ્મ ‘સરદારી બેગમ’ માટે તેમને સ્પેશ્યલ જયુરી કેટેગરી અંતર્ગત નેશનલ ઍવોર્ડ મળ્યો હતો. વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટી તરફથી તેઓ ચંડીગઢથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. હિન્દી ફિલ્મ અને ટેલિવીઝન અભિનેત્રી-રાજકારણી કિરણ ખેર મલ્ટિપલ માયેલોમાં- જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે તેની મુંબઈમાં સારવાર લઈ રહ્યા છે. તેમના કેન્સર વિશેની માહિતી તેમના પતિ- અનુપમ ખેર દ્વારા આપવામાં આવી હતી.

મનીષા કોઈરાલા:

વર્ષ 1989 માં નેપાળી ફિલ્મ ‘ફેરી ભેટવલા’થી ડેબ્યૂ કરીને 1991 માં આવેલી ‘સૌદાગર’થી હિન્દી ફિલ્મ જગતમાં પદાર્પણ કર્યું, સૌદાગરથી જ લોકોની નજરમાં વસી ગયેલી આ નેપાળી સુંદરી. સૌદાગર બાદ મનીષાએ ઘણીબધી ફિલ્મોમાં કરી જે તમામ નિષ્ફળ રહી. વર્ષ 1994માં ‘1942: એ લવ સ્ટોરી’ એ ફરી તેના ફિલ્મી કરીયરને વેગ આપ્યો. પછી તો 95માં બોમ્બે, 96 માં અગ્નિ સાક્ષી, 97માં સસ્પેન્સ થિલર ગુપ્તમાં પણ મનીષાના અભિનયનો જાદુ જોવા મળ્યો. મનીષાએ તેની એક્ટિંગ લાઈફના કરિયરમાં ત્રણેય ખાન સાથે ફિલ્મો કરી છે- આમિર ખાન સાથે આવેલી ફિલ્મો ‘અકેલે હમ, અકેલે તુમ અને મન, શાહરૂખ ખાન સાથે દિલ સે અને સલમાન ખાન સાથે સંજય ભણસાલી દિગ્દર્શિત ખામોશીમાં જોવા મળી જેમાં તેના પિતાના રોલમાં તેની જ ફિલ્મ અગ્નિસાક્ષીના તેના હીરો નાના પાટેકર જોવા મળ્યા. મનીષા કોઈરાલા તેના સ્વભાવને લીધે ખૂબ ચર્ચામાં રહી. તેના લગ્ન ભંગાણથી લઈને તેના આલ્કોહોલિક હોવાના તમામ સમાચારોમાં તે છવાયેલી રહી. નેપાળના રાજકીય પરિવારની આ ખૂબસૂરત અભિનેત્રીને વર્ષ ૨૦૧૨માં ઑવરીનું કેન્સર થયું હતું. તેણે પ્રથમ કાઠમંડુ અને ત્યારબાદ અમેરિકામાં સારવાર લીધી હતી. કેન્સર સામે જંગ જીત્યા બાદ તેણે રણબીર કપૂર અભિનીત ફિલ્મ ‘સંજુ’માં સંજય દત્તના માતા નરગિસનું પાત્ર નિભાવ્યું હતું. આ બંને વચ્ચે એક સામ્યતા એ પણ છે કે મનીષા અને નરગિસ આ બંને અભિનેત્રીઓ કેન્સરની શિકાર બની હતી. મનીષા કોઈરાલા આગામી દિવસોમાં સંજય ભણસાલીની OTT ડેબ્યૂ ફિલ્મ ‘હીરામંડી:ધ ડાયમંડ બઝાર’માં જોવા મળશે. કેન્સરને હરાવ્યા બાદ મનીષા કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે

લીઝા રે:

કેનેડીયન મોડેલ લીઝા રે તેના કરિયરની શરૂઆત લેક્મે અને બોમ્બે ડાઈંગ જેવી મોટી બ્રાન્ડ્સની એડ ફિલ્મથી કરી હતી. વર્ષ 1994 માં તેણે હંસતે ખેલતે ફિલ્મથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. લીઝાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણ 2001માં આવેલી ફિલ્મ ‘કસૂર’થી મળી જેમાં તેની સામે આફતાબ શિવદસાની હતો. કેનેડિયન અભિનેત્રીને હિન્દી આવડતું ન હોવાથી કસૂર ફિલ્મમાં તેનું ડબિંગ જાણીતી અભિનેત્રી દિવ્યા દત્તાએ કર્યું હતું. આ ફિલ્મથી પ્રસિદ્ધ દિગ્દર્શક દીપા મહેતાની નજર તેના પર પડી અને તેને ઇંડિયન -કેનેડીયન રોમૅંટિક ફિલ્મ બૉલીવુડ/હોલિવૂડમાં  કાસ્ટ કરી જે વર્ષ 2002માં આવી હતી. આટલેથી વાત અટકતી નથી. દીપા મહેતાની ફિલ્મો ફાયર અને અર્થ બાદ ટ્રાયોલોજી ફિલ્મ ‘વૉટર’ જે વારાણસીના આશ્રમમાં રહેતી વિધવાઓ, બાળવિવાહ અને બાળ વિધવાઓના જીવન પર આધારિત ફિલ્મ હતી તેમાં પણ મુખ્ય કિરદાર નિભાવ્યું. ફિલ્મ વૉટર 79માં એકેડમી એવોર્ડમાં કેનેડા તરફથી બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં નોમિનેશન પામી હતી. લીઝા વર્ષ ૨૦૦૯માં કેન્સરનો શિકાર બની હતી. તેને પણ મલ્ટિપલ માયેલોમાં એટલે કે બ્લડ કેન્સર હતું. વર્ષ ૨૦૧૦માં તેણે કેન્સરને હરાવીને નવી જીંદગીની શરૂઆત કરી હતી, હાલ તે યલો ડાયરીઝ નામનો બ્લોગ લખીને તેના રોજીંદા જીવનના કેન્સર વિશેના અનુભવ શેર કરે છે.

સોનાલી બેંદ્રે:

વર્ષ 1994 માં આગ નામની ફિલ્મથી સોનાલી બેંદ્રેએ બોલીવુડમાં એન્ટ્રી લીધી આ ફિલ્મ માટે તેને ફિલ્મફેરનો ન્યુ ફેસ ઑફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો. દિલજલે, મેજરસાબ, હમ સાથ સાથ હૈ , સરફરોશ, જીસ દેશ મેં ગંગા રહેતા હૈ, ડુપ્લિકેટ, કલ હો ના હો તેની સફળ ફિલ્મોની યાદીમાં આવે છે. અનિલ કપૂર અભિનીત હમારા દિલ આપકે પાસ હૈ માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ માટે એવોર્ડ મળ્યો હતો. સોનાલી બેંદ્રે એ જાણીતા પ્રોડ્યુસર ગોલ્ડી બહેલ સાથે લગ્ન કર્યા છે. ૯૦ના દશકની આ ખૂબસૂરત અભિનેત્રીએ પણ વર્ષ ૨૦૧૮ માં તેના કેન્સર વિશે જણાવ્યું હતું. સોનાલીને ચોથા સ્ટેજનું metastasis કેન્સર ડિટેક્ટ થયું હતું અને તેના બચવાના ચાન્સ માત્ર ૩૦% હતા પણ તેના હકારાત્મક અભિગમે તેને લડવાની હિમત પૂરી પાડી.

મુમતાઝ, મહિમા એ પણ જીતી જંગ

એક ઇંટરવ્યૂમાં પીઢ અભિનેત્રી મુમતાઝે જણાવ્યું હતું કે ૫૦માં વર્ષે તેમને બ્રેસ્ટ કેન્સર ઓવાનું સામે આવ્યું હતું. અને તે ઉંમરે પણ કીમોથેરાપી લઈને તેમણે કેન્સરને હરાવ્યું હતું, તો પરદેશ ફેમ મહિમા ચૌધરી પણ બ્રેસ્ટ કેન્સર સામે લડત આપી હતી, મહિમા ચૌધરીના કેન્સર વિષેની જાણકારી જાણીતા અભિનેતા અનુપમ ખેરે મહિમા અને તેમનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકીને આપી હતી. તો આ ઉપરાંત એક્ટ્રેસ અને જાણીતી ઇન્ફ્લુએન્સર છવી મિત્તલ પણ બ્રેસ્ટ કેન્સર સામે લડત આપી ચૂકી છે. તો જાણીતા ક્રિકેટર યુવરાજ સિંઘ પણ કેન્સરને પરાજિત કરીને આજે સ્વસ્થ જીવન વિતાવી રહ્યા છે.

આ અભિનેતાઓ કેન્સર સામે હારી ગયા

કેન્સરની વાત કરી તો એ અભિનેતાઓને પણ યાદ કરવા જોઈએ કે જેઓ આજે આપણી વચ્ચે નથી અને અને તેઓ કેન્સર સામે જીવનની જંગ હાર્યા. વિતેલા જમાનાના જાણીતા અભિનેત્રી નરગિસ દત્ત કેન્સરની સારવાર અમેરિકામાં લઈ રહ્યા હતા પણ સંજય દત્તની પહેલી ફિલ્મ રોકી રીલીઝ થાય તે પહેલાં  જ તેમણે દમ તોડ્યો હતો, તો રાજેશ ખન્ના, ફિરોઝ ખાન, ઋષિ કપૂર, વિનોદ ખન્ના,સિમ્પલ કાપડિયા અને ઈરફાન પઠાણ પણ કેન્સરમાં જીવ ગુમાવ્યો હતો.

આ પણ વાંચો :

માત્ર આલ્કોહોલ જ નહીં, વ્હાઈટ બ્રેડથી પણ થઈ શકે છે કેન્સર!

ભારત કીમો વિના કેન્સર સારવાર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો

Back to top button