ટોપ ન્યૂઝનેશનલમનોરંજન

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં બોલીવુડની ‘ક્વીન’ની એન્ટ્રી ! જાણો-શિવલિંગના દાવા પર શું કહ્યું કંગનાએ ?

Text To Speech

દેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનો વિષય બનેલા જ્ઞાનવાપી મસ્જિદ વિવાદમાં હવે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની એન્ટ્રી થઈ છે. બિન્દાસ્ત અને બેખૌફ અંદાજ માટે પોપ્યુલર બોલીવુડની આ બ્યુટી આજકાલ તેની અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’ના પ્રમોશન કરી રહી છે. ફિલ્મના જ પ્રમોશન માટે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરે પહોંચેલી કંગનાએ બાબાના દર્શન અને પૂજા-અર્ચના કરી. તે દરમિયાન મીડિયા તરફથી કંગનાને જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળ્યાના દાવા વિશે સવાલ કરવામાં આવ્યો, તો કંગનાએ ખુલીને આપ્યો તેનો જવાબ. બિન્દાસ્ત રીતે જવાબ આપવા માટે જાણીતા કંગનાએ આ વિશે જવાબ આપતા કહ્યું- ”કાશીના કણ-કણમાં મહાદેવ વસેલા છે.”

શિવલિંગના દાવા વિશે શું કહ્યું કંગનાએ ?
કંગનાએ કહ્યું કે- “જેવી રીતે મથુરાના કણ-કણમાં ભગવાન કૃષ્ણ છે, જેવી રીતે અયોધ્યાના કણ-કણમાં રામ છે, તેવી જ રીતે કાશીના કણ-કણમાં મહાદેવ છે. તેમને કોઈ પણ પ્રકારની સંરચના જરૂરત નથી.” આ નિવેદન આપ્યા બાદ કંગનાએ હર-હર મહાદેવના નારા લગાવ્યા. એક્ટ્રેસનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે.

કાશી વિશ્વનાથ મંદિરના દર્શને કંગના

તમને જણાવી દઈએ કે, કંગના રનૌત આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પહોંચેલી કંગનાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાં તે કાશી વિશ્વનાથ મંદિરમાં આરતી ઉતારતી જોવા મળી રહી છે. તેની સાથે કો-સ્ટાર અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ છે.

Back to top button