ટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

VIDEO: PM મોદીએ ઈતિહાસ ભણાવતી દીકરીને ત્રણ વાર ઝૂકીને કર્યા પ્રણામ, શું થયું?

Text To Speech
  • કીર્તિકા ગોવિંદાસામીને શ્રેષ્ઠ વાર્તા લેખકનો એવોર્ડ મળ્યો
  • દેશમાં પગ સ્પર્શ કરવાની પરંપરા બની ગઈ છેઃ પીએમ મોદી
  • દીકરીઓ મારા પગને અડે તો હું પરેશાન થઈ જાઉં છું : વડાપ્રધાન

નવી દિલ્હી, 8 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ‘નેશનલ ક્રિએટર્સ એવોર્ડ’ દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીના ભારત મંડપમ ખાતે કીર્તિકા ગોવિંદાસામીને એક વાર નહીં, પરંતુ ત્રણ વાર નમન(પ્રણામ) કર્યા હતા. આ સાથે જ PM મોદીએ કહ્યું કે, “દીકરીઓ મારા પગને અડે તો હું પરેશાન થઈ જાઉં છું. દેશમાં પગ સ્પર્શ કરવાની પરંપરા બની ગઈ છે” વાસ્તવમાં, કીર્તિકા ગોવિંદાસામી પીએમ મોદીના પગને સ્પર્શ કરવા આગળ વધ્યા કે તરત જ PM મોદી તે જગ્યાએથી ઘસી ગયા અને તેમને રોક્યા. આ ઘટનાનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે, બીજેપીએ ‘X’ પર વીડિયો શેર કર્યો અને તેને ‘નવા ભારતની ઓળખ’ અને ‘મહિલાઓનું સન્માન’ ગણાવ્યું.

 

પીએમ મોદીએ આ સમયે શું કહ્યું?

કીર્તિકા ગોવિંદાસામીને રોકતા વડાપ્રધાન મોદીએ પહેલા ત્રણ વાર પ્રણામ કર્યા અને કહ્યું કે, રાજકારણમાં… દેશની પરંપરા બની ગઈ છે કે લોકો પગને સ્પર્શ કરે છે. કલાની દુનિયામાં પગ સ્પર્શ કરવાનો એક અલગ જ અર્થ છે, જો દીકરી પગ સ્પર્શે તો મને ખૂબ જ તકલીફ થાય છે…

શ્રેષ્ઠ વાર્તાકારનો એવોર્ડ

પીએમ મોદીએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ‘ના અવસર પર કીર્તિકા ગોવિંદાસામીને શ્રેષ્ઠ વાર્તાકારનો એવોર્ડ એનાયત કર્યો હતો. કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ પર મહિલાઓને શુભેચ્છા પાઠવી હતી અને સર્જકોને વિનંતી કરી હતી કે, તેઓ ‘મહિલા શક્તિ’ને તેમની સામગ્રી(Content)નો એક ભાગ બનાવે.

આ પણ જુઓ: મહાશિવરાત્રી પર હેમા માલિનીએ કર્યા ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન, જુઓ વીડિયો

Back to top button