મુંબઈના GST આસિ. કમિશનરની 20 વર્ષીય પુત્રીએ સુરતમાં આપઘાત કર્યો
- યુવતી નાપાસ થયા બાદ માનસિક તણાવમાં આવી ગઈ હતી
- યુવતીએ પ્લાસ્ટિકની બેગ મોઢે પહેરીને બેગ બંધ કરી આપઘાત કર્યો
- સ્યુસાઈડ નોટ લખીને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો
સુરતમાં 20 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. જેમાં સંવેદના ભરી સ્યુસાઈડ નોટ લખી છે. ત્યારે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પિતા મુંબઈમાં GSTના આસિ. કમિશનર છે. તેમજ B.Techની પરીક્ષામાં નાપાસ થયા બાદ યુવતી સતત તણાવમાં રહેતી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં 200 વર્ષ જુના પ્લાન્ટ બોન્સાઇ વૃક્ષ પ્રદર્શનમાં જોવા મળશે
યુવતીએ પ્લાસ્ટિકની બેગ મોઢે પહેરીને બેગ બંધ કરી આપઘાત કર્યો
યુવતીએ પ્લાસ્ટિકની બેગ મોઢે પહેરીને બેગ બંધ કરી આપઘાત કર્યો છે. તેમજ પોતાના બંને હાથ પણ લોક કરી દીધા હતા. તેમજ સ્યુસાઈડ નોટ લખીને વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. તેમાં મોત માટે કોઈ જવાબદાર ન હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. તથા અભ્યાસમાં નાપાસના ડરના કારણે આપઘાત કર્યો છે. વિદ્યાર્થીનીનું નામ મનઉશ્રી કે વેક્ટસન નાયકર હતું. જે સ્કેટ કોલેજમાં બીટેકનો અભ્યાસ કરી રહી હતી.
જાણો શું લખ્યુ સ્યુસાઈડ નોટમાં
સ્યુસાઈડ નોટમાં જણાવામાં આવ્યું છે કે મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી, તમને બંનેને અભિમાન થાય તેવું કોઈ કામ કર્યું નથી. જો મેં વધારે મહેનત કરી હોત તો પરિણામ કંઈ બીજું આવત, હું ભારણ બનવા માંગતી નથી. આગામી સેમેસ્ટરની ફી પાછી મળી જાય તે માટે કાગળિયાની પ્રિન્ટ કાઢી છે. જેમા સ્યુસાઈડ નોટ યુવતીએ અંગ્રેજીમાં લખી હતી.
આ પણ વાંચો: ગુજરાતના મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ, આ વર્ષે શિવયોગ અને પ્રદોષમાં મહાશિવરાત્રિ ઊજવાશે
યુવતી નાપાસ થયા બાદ માનસિક તણાવમાં આવી ગઈ હતી
મૃતકને અન્ય એક ટ્વિન્સ બહેન છે. મનઉશ્રીએ થોડા સમય પહેલાં જ બીટેકના સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. જેમાં નાપાસ થયા બાદ માનસિક તણાવમાં આવી ગઈ હતી. તે દરમિયાન અંતિમ પગલું ભરી લીધું હતું.