અમદાવાદમાં AMC દ્વારા સોલિડ વેસ્ટ, એસ્ટેટ સહિતના વિભાગોમાં 1 માર્ચથી ઓનલાઇન દંડ વસૂલ કરાશે
- નિયમોના ભંગ બદલ AMC વિભાગો દ્વારા વહીવટી ચાર્જ અથવા પેનલ્ટી લેવાતી હોય છે
- જીપીએમસી એક્ટના ભંગ બદલ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે
- M-CHALLANમાં ઓનલાઈન UPI, રોકડ અને ચેક લઇ શકાશે
અમદાવાદમાં AMC દ્વારા સોલિડ વેસ્ટ, એસ્ટેટ સહિતના વિભાગોમાં 1 માર્ચથી ઓનલાઇન દંડ વસૂલ કરાશે. તેમજ ઈન્ટરનેટ કનેક્શન, નેટવર્ક, ટેક્નિકલ એરર હોય તો જ ફિઝિકલ ચલણ અપાશે. તેમજ મ્યુનિ. કમિ.નો સરક્યુલર સાથે ઈ- ગવર્નન્સ વિભાગ દ્વારા M-CHALLANનું મોડયૂલ તૈયાર છે. તેમજ પહોંચ ઓનલાઇન આપવાનો નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો: ગુજરાત રાજ્યમાં આવતીકાલથી બે દિવસ માવઠાની આગાહી
AMCના ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા M-CHALLANનું મોડયુલ તૈયાર કરવામાં આવ્યું
AMC દ્વારા હવે તા. 1 માર્ચથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ, બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ, પેનલ્ટી વસૂલ કરવા અંગેનું પેમેન્ટ ઓનલાઇન લેવા અને તે અંગેની પહોંચ ઓનલાઇન આપવાનો નિર્ણય કરાયો છે. આ હેતુસર AMC કમિશનર એમ. થેન્નારસને સરક્યુલર જારી કર્યો છે. સોલિડ વેસ્ટ, એસ્ટેટ- ટીડીઓ, CNCD વગેરે વિભાગ દ્વારા ઓનલાઇન કામગીરી કરવા માટે AMCના ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા M-CHALLANનું મોડયુલ તૈયાર કરવામાં આવ્યું છે. જો ઈન્ટરનેટ કનેક્શન ન હોય, ટેક્નિકલ એરર હોય કે નેટવર્ક પ્રોબ્લેમ હોય તેવા સંજોગોમાં સક્ષમ સત્તાની મંજૂરી મેળવીને ફિઝિકલ ચલણ બનાવવાનું રહેશે અને વસૂલ કરાયેલી પેનલ્ટીની રકમ નજીકના સિવિક સેન્ટરમાં જમા કરાવવાની રહેશે. આ પ્રકારે ફિઝિકલી પહોંચ આપીને એકત્રિત કરાયેલ રકમ સિવિક સેન્ટરમાં જમા થાય છે કે નહીં, તે જોવાની જવાબદારી સંબંધિત વિભાગના કે ઝોન અધિકારીની રહેશે.
આ પણ વાંચો: ખેડામાં નેશનલ હાઇવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત, ડ્રાઇવર કેબીનમાં ચગદાઇ ગયો
જીપીએમસી એક્ટના ભંગ બદલ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે
શહેરમાં નાગરિકો, વેપારીઓ દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ, જાહેર રોડ ઉપર દબાણ, ટ્રાફ્કિને અડચણરૂપ કરવા બદલ વાહનને લોક, રખડતા ઢોર પકડવા તેમજ બિલ્ડરો દ્વારા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઉપર રોડ પર મટિરિયલ મૂકી દબાણ કરવું વગેરે નિયમોના ભંગ બદલ AMC વિભાગો દ્વારા વહીવટી ચાર્જ અથવા પેનલ્ટી લેવાતી હોય છે. જે પણ વિભાગ દ્વારા જીપીએમસી એક્ટના ભંગ બદલ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તેઓએ ઓનલાઈન એપ્લિકેશન પર M-CHALLANમાં ઓનલાઈન UPI, રોકડ અને ચેક વગેરે મારફતે લેવાની રહેશે.