ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત ST વિભાગમાં માત્ર 7600 ડ્રાઈવર – કંડકટરોની ભરતી માટે દોઢ લાખથી વધુ ફોર્મ ભરાયા

Text To Speech

ગુજરાત એસટી નિગમમાં આગામી દિવસોમાં ડ્રાઈવર અને કંડકટરોની મોટી ઘટ્ટ નિવારવા માટે કુલ 7600 જેટલા નવા ડ્રાઈવર અને કંડકટરોની ભરતી થનાર છે અને હાલમાં જ આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ તબકકો પૂરો થયો છે. ઉલ્લેખનીય છે કે ડ્રાઈવર કંડકટરોની ભરતી માટે છેલ્લા એક માસ કરતા વધુ સમયથી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હતી. જે ગત તા.6/9ના રોજ પૂર્ણ થયેલ છે અને એક માસ કરતા વધુ સમયથી ચાલેલી આ ફોર્મ ભરવાની પ્રક્રિયાનાં અંતે 7600 જગ્યા માટે રાજયભરમાંથી દોઢ લાખથી વધુ ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભર્યા છે.

કંડકટરની 4300 જેટલી જગ્યા માટે 1.30 લાખ ફોર્મ

આ અંગેની એસટી નિગમનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર ડ્રાઈવરની 3300 જેટલી જગ્યા માટે ગત તા.6 સુધીમાં 25 હજાર ઉમેદવારોએ ઓનલાઈન ઉમેદવારી નોંધાવી હતી જયારે કંડકટરની 4300 જેટલી જગ્યા માટે રાજયભરમાંથી 1.30 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. હવે આ ઉમેદવારોની કસોટી લેવામાં આવશે અને ત્યારબાદ ભરતી અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આવનારા દિવસોમાં પરીક્ષા લેવાશે

ઉલ્લેખનિય બાબત એ છે કે રાજયમાં ડ્રાઈવર કંડકટરોની 7600 જગ્યા માટે સૌપ્રથમવાર 1.55 લાખ થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. દરમ્યાન એસટી નિગમનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ફોર્મ ભરવાની પ્રક્રિયા હવે પૂરી થઈ ગઈ છે. ત્યારે હવે એક માસ બાદ ફોર્મ ભરનાર ઉમેદવારોની મેરીટ મુજબ પરીક્ષા લેવાશે અને આ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોની ભરતી કરાશે.

Back to top button