અમદાવાદગુજરાત

અમદાવાદમાં ACBની સફળ ટ્રેપ, ASI 10 લાખની લાંચ લેતા ઝડપાયો, કોન્સ્ટેબલ રફુચક્કર

  • રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનો ગુનો નોંધાયો

અમદાવાદ, 26 ફેબ્રુઆરી: અમદાવાદના રખીયાલ પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હોવાનો ગુનો નોંધાયો છે. અમદાવાદ ACBએ આ અંગે છટકું ગોઠવતા પોલીસ સ્ટેશનમાં ACBની ટીમ પંચો સાથે પહોંચી હતી. જોકે ASI ઝડપાઇ ગયો હતો, જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ACBની ટીમ હોવાનું જાણવા મળતા જ રફુચક્કર થઈ ગયો હતો. લાંચીયા અધિકારીઓ અને કર્મચારીઓ પર ગુજરાત એસીબીએ અભિયાન હાથ ધર્યુ હોય એમ આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. જે બાબતે લોકોમાં પણ એક પ્રકારને લાંચીયાઓ સામે કાર્યવાહીને લઈ રાહત અનુભવાઈ રહી છે. આવી જ રીતે અમદાવાદના રખીયાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના 2 પોલીસ કર્મી લાંચ લેતા ઝડપાયા છે.

એસીબીની ટીમે હવે ભાગી છૂટેલા પોલીસ કર્મીને ઝડપી પાડવા માટે તપાસ શરુ કરી છે. સર્વેલન્સ સ્ક્વોડના આ પોલીસ કર્મીઓની હિંમત એવી હતી કે, તેઓએ જુગારના આરોપીઓને લાંચની રકમ આપવા માટે પોલીસ સ્ટેશનમાં જ બોલાવ્યા હતા. જ્યાં એસીબીએ છટકું ગોઠવ્યુ હતુ.

બંને પોલીસકર્મીઓએ 10 લાખ રૂપિયાની માંગી હતી લાંચ

લાંચ માંગવાની ફરિયાદ કરનારા ફરિયાદી અને તેમના મિત્રો જુગાર રમતા ઝડપાયા હતા. જે બાબતે જુગારના કેસમાં જામીન લાયક કેસ બનાવવા અને જામીન આપવા સહિત હેરાન નહીં કરવા માટે આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અકબરશાહ દિવાન અને પોલીસ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઇએ 10 લાખ રુપિયાની માગણી લાંચ પેટે કરી હતી.

ફરાર પોલીસ કોન્સ્ટેબલની શોધખોળ શરૂ

પોલીસ કર્મીઓ ફરિયાદી પાસેથી કેસની પતાવટ કરવા માટે 10 લાખ રૂપિયાની લાંચની રકમ માંગી હતી. પરંતુ અંતે રકઝક બાદ 1 લાખ 35 હજાર રૂપિયાની લાંચ આપવાનું નક્કી થયું હતુ. આ લાંચની રકમ આપવા જતા સમયે જ ACBએ છટકુ ગોઠવ્યુ હતુ. આ માટે પોલીસ કોન્સ્ટેબલ રાજુ ભોપાભાઇ અને ASI અકબરશાહ દિવાને ફરિયાદીને રવિવારના રોજ રાત્રીના સમય દરમિયાન લાંચના રૂપિયા લઈને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. જ્યાં ACB દ્વારા છટકું ગોઠવી આ ASI લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે તેમની સાથેના પોલીસ કોન્સ્ટેબલને ACB હોવાનું જાણવા મળતા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ: અમદાવાદના આ રોડને રૂ.4.75 કરોડના ખર્ચે સિંધુભવન રોડ જેવો આઇકોનિક બનાવાશે

Back to top button