ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટસ

ભારતીય મહિલાઓએ પ્રથમ વખત બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું

  • પી.વી. સિંધુ અને અનમોલ ખરબ ભારતની ઐતિહાસિક જીતમાં ચમક્યા
  • ગાયત્રી ગોપીચંદ અને જોલી ટ્રીસાએ ફાઇનલમાં મહત્વની ડબલ્સ મેચ જીતી

નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી: ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે રવિવારે મલેશિયાના સેલાનગરમાં ઈતિહાસ રચ્યો હતો. ભારતીય મહિલા બેડમિન્ટન ટીમે પ્રથમ વખત બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું. ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ અને 16 વર્ષીય અનમોલ ખરબના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે થાઈલેન્ડને 3-2થી હરાવ્યું હતું. રમતગમતના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે પ્રતિષ્ઠિત કોન્ટિનેંટલ ટીમ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હોય.

 

પી.વી. સિંધુ, ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી અને યુવાન અનમોલ ખરબે પોતપોતાની મેચ જીતી અને શાહઆલમમાં ફાઈનલ 3-2થી જીતી હતી. ભારતે પ્રતિષ્ઠિત થોમસ કપ જીત્યાના બે વર્ષ બાદ, મહિલા ટીમે ફાઇનલમાં ચીન, હોંગકોંગ, જાપાન અને થાઈલેન્ડને હરાવીને કોન્ટિનેંટલ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

પી.વી. સિંધુની શાનદાર શરૂઆત

પી.વી. સિંધુએ ફાઈનલ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. ઈજા બાદ પોતાની પ્રથમ ટુર્નામેન્ટ રમી રહેલી પી.વી. સિંધુએ સુપાનિંદા કેત્થાને માત્ર 39 મિનિટમાં 21-12, 21-12થી હરાવીને ભારતને 1-0ની લીડ અપાવી હતી.

આ બાદ ગાયત્રી ગોપીચંદ-જોલી ટ્રીસાની જોડીએ ત્રણ સેટ સુધી ચાલેલા મુકાબલામાં જોંગકોલફામ કિટ્ટીથરાકુલ અને રાવિંડા પ્રાજોંગજલને હરાવીને ભારતને 2-0ની લીડ અપાવી હતી. ગોપીચંદ-ટ્રીસાએ પહેલી ગેમ 21-16થી જીતી, પછી બીજી ગેમ 18-21થી હારી હતી. ત્રીજી ગેમમાં ગોપીચંદ-ટ્રીસા 6-11થી પાછળ હતા, પરંતુ જોરદાર વાપસી કરી અને 21-16થી ગેમ જીતી લીધી. આ રીતે ભારતીય જોડીએ થાઈલેન્ડની જોડીને 21-16, 18-21 અને 21-16ના માર્જિનથી હરાવી હતી.

થાઈલેન્ડે જોરદાર વાપસી કરી

જોકે, અશમિતા ચાલિહાને બુસાનન ઓંગબમરંગફન સામે 11-21, 14-21થી હારનો સામનો કરવો પડ્યો હતો. અશમિતાએ જાપાન સામેની સેમિફાઇનલ મેચમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન નોજોમી ઓકુહરાને હરાવ્યો હતો. જોકે, ભારત તેની બીજી ડબલ્સ મેચ હારી ગયું હતું.

અનમોલના બળ પર ઈતિહાસ રચાયો

16 વર્ષના અનમોલ ખરબે નિર્ણાયક મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. વર્લ્ડમાં 472મો રેન્ક ધરાવતી અનમોલે ફાઇનલમાં વર્લ્ડ નંબર 45 પોર્નપિચા ચોકીવોંગને સીધી ગેમમાં હરાવીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.

આ પણ જુઓ: જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો, બીજી ઈનિંગમાં બેવડી સદી ફટકારી

Back to top button