ગુજરાત: ચાર તાલીમી પોલીસ સબ ઇન્સપેક્ટરોને ગેરશિસ્ત મામલે ડિસમીસ કરતા ખળભળાટ
- ચાર તાલીમી પોલીસ સબ ઇન્સપેક્ટરોની નોકરી સમાપ્ત કરવાનો નિર્ણય
- ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યુ
- સબ ઇન્સપેક્ટરની તાલીમ દરમિયાન ઇન્ડોર તથા આઉટડોર તાલીમમાં ગેરશિસ્ત
ગુજરાતમાં ચાર તાલીમી પોલીસ સબ ઇન્સપેક્ટરોને ગેરશિસ્ત મામલે ડિસમીસ કરતા ખળભળાટ મચ્યો છે. જેમાં સગાઈની બોગસ આમંત્રણ પત્રિકા કાંડનો રેલો વધુ આગળ વધ્યો છે. ખોટા બહાના બતાવી તપાસને ગરમાર્ગે દોરનારા વધુ ચાર પર તવાઈ આવી છે. તેઓને ચેતવણી પણ આપવામાં આવી હતી અને ઠપકાની શિક્ષા પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત, નલિયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન
ચાર તાલીમી પોલીસ સબ ઇન્સપેક્ટરોની નોકરી સમાપ્ત કરવાનો નિર્ણય
ગાંધીનગર નજીક કરાઇ પોલીસ અકાદમીમાં તાલીમ લઇ રહેલા તાલીમી પોલીસ સબ ઇન્સપેક્ટર મુન્ના આલે રજા મેળવવા માટે ઉચ્ચ અધિકારીઓને ગેરમાર્ગે દોર્યાનું બહાર આવ્યા બાદ તેને ડિસમીસ કરવામાં આવ્યો હતો. દરમિયાન કરાઇ કચેરીમાં તાલીમ લઇ રહેલા વધુ ચાર તાલીમી પોલીસ સબ ઇન્સપેક્ટરોને પણ ઉપરોક્ત પ્રકારની ગેરશિસ્ત મામલે ડિસમીસ કરવામાં આવતા તાલીમી પોલીસ કર્મીઓમાં ખળભળાટ મચી ગયો છે. જે વધુ ચાર તાલીમી પોલીસ સબ ઇન્સપેક્ટરોની નોકરી સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં તાલીમાર્થી બિનહથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટર દેવલબેન વજુભાઇ દેવમુરારી (રહે. ચામુંડાનગર સોસાયટી, સીતાનગર ચોક, સુરત), કમલેશકુમાર તલાભાઇ સુથાર (રહે. રૂણી. તા. ભાભર ) માદેવભાઇ અચળાભાઇ પટેલ (રહે. શેરાઉ થરાદ) તથા હરેશદાન અશોકદાન ટાપરિયા (રહે. ગ્રીન પાર્ક સોસાયટી, હળવદ)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ગુજરાત: મુખ્યમંત્રીએ ‘ગાવ ચલો’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો, વડગામના જલોત્રા ગામે રાત્રિ રોકાણ કર્યું
ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યુ
ઉપરોક્ત તમામ તાલીમાર્થી પોલીસ સબ ઇન્સપેક્ટર તરીકે કરાઇ અકાદમીમાં તાલીમ લઇ રહ્યા છે. તેઓએ રજા મેળવવા માટે ખોટી કંકોતરી છપાવી, જુનિયર ક્લાર્ક, તલાટી જેવી પોલીસ સબ ઇન્સપેક્ટર કક્ષાથી નીચેના દરજ્જાની તથા ઓછા પગાર ધોરણ ધરાવતી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના, પોતાની સગાઇ, ભાઇ બેનની સગાઇ, ભાઇ બહેનના લગ્ન જેવા ખોટા બહાના બતાવી સંસ્થાના ઉપરી અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યુ છે. આ ઉપરાંત તેઓની બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની તાલીમ દરમિયાન ઇન્ડોર તથા આઉટડોર તાલીમમાં ગેરશિસ્ત બદલ અવારનવાર ચેતવણી આપવા અને તેઓ વિરુધ્ધ રિપોર્ટ કરવા છતા તેઓએ ગેરશિસ્ત ભર્યુ વર્તન ચાલુ રાખ્યાનું બહાર આવ્યુ હતું. તેઓને ચેતવણી પણ આપવામાં આવી હતી અને ઠપકાની શિક્ષા પણ કરવામાં આવી હતી. તેઓના વર્તનમાં કોઇ જ પ્રકારનો સુધારો થયો નહતો.
આ પણ વાંચો: કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, બ્રેઈન સ્ટોક આવતા સારવાર અર્થે ખસેડાયા
તપાસમાં આ તાલીમાર્થીઓની ગેરશિસ્ત અને ગેરવર્તણુંકની ગંભીર નોંધ લેવામાં આવી
તપાસમાં આ તાલીમાર્થીઓની ગેરશિસ્ત અને ગેરવર્તણુંકની ગંભીર નોંધ લેવામાં આવી હતી. તેઓએ તાલીમ દરમિયાન પોલીસ વિભાગને છાજે નહી તેવુ વર્તન કર્યુ હોય પોલીસ ખાતા જેવા શિસ્તને વરેલા વિભાગમાં નોકરીમાં ચાલુ રાખવા હિતાવહ નહી લાગતા તેઓની નોકરી સમાપ્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.