ગુજરાતટ્રેન્ડિંગફન કોર્નર

ફિલ્મી અંદાજમાં આખી કૉલેજ સામે છોકરીને કર્યું પ્રપોઝ, પણ આ શું થયું? જુઓ વીડિયો

Text To Speech
  • એક પ્રેમની નિષ્ફળતાનો કિસ્સો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. છોકરો ફિલ્મી અંદાજમાં છોકરીને આખી કૉલેજ સામે પ્રપોઝ કરે છે, પરંતુ તે સ્વીકારતી નથી અને ત્યાંથી ચાલી જાય છે.

મુંબઈ, 10 ફેબ્રુઆરીઃ વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે અને લોકો પ્રેમના રંગમાં રંગાઈ ગયા છે. આ દિવસે લોકો પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. કેટલાક ખુશનસીબ લોકોને પ્રેમ મળે છે, તો કેટલાક લોકો પ્રેમની બાબતમાં બદનસીબ સાબિત થાય છે. તાજેતરમાં જ આવો એક પ્રેમની નિષ્ફળતાનો કિસ્સો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. છોકરો ફિલ્મી અંદાજમાં છોકરીને આખી કોલેજ સામે પ્રપોઝ કરે છે, પરંતુ તે સ્વીકારતી નથી અને ત્યાંથી ચાલી જાય છે.

છોકરીને પ્રપોઝ કરવાનો જબરજસ્ત વીડિયો થયો વાયરલ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરો કૉલેજમાં એક છોકરીને પ્રપોઝ કરે છે, આ માટે તેણે અગાઉથી ઘણી તૈયારીઓ કરી લીધી છે. તેના મિત્રોની મદદથી તે આ પળને ખાસ બનાવવા ઈચ્છતો હતો. સૌથી પહેલાં તો તેણે છોકરીના હાથમાં ફુલોનો બુકે આપ્યો. ત્યારબાદ તે તેની ચારેબાજુ ફરીને ડાન્સ કરે છે. છોકરીને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરે છે. બેકગ્રાઉન્ડમાં તેના મિત્રો ડાન્સ કરે છે. છત ઉપરથી કેટલાક મિત્રો છોકરી પર ફુલોનો વરસાદ કરી રહ્યા છે. છોકરો ડાન્સ કરતો કરતો હાથમાં પોસ્ટર લઈને આવે છે અને છોકરીને પ્રપોઝ કરી દે છે. છોકરાએ ફિલ્મી અંદાજમાં આ પ્રપોઝલને છોકરી સામે રાખી હતી, આ ક્ષણોને યાદગાર બનાવવા માટે છોકરાના મિત્રો વીડિયો રેકોર્ડિંગ પણ કરી રહ્યા છે. બધાએ ખૂબ મહેનત કરી, પરંતુ છોકરીએ પ્રપોઝલ ઠુકરાવી દીધી અને ત્યાંથી ચાલી નીકળી.

લોકોએ કરી જાતજાતની કોમેન્ટ્સ

આ જોઈને કૉલેજના તમામ લોકો આશ્વર્યચક્તિ થઈ જાય છે. છોકરાનું મોં ખુલ્લુ રહી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર કેટલાક લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે છોકરા સાથે ખૂબ ખરાબ થયું. તો કોઈક કહી રહ્યું છે અજીબ છોકરી છે. તો કોઈકે કહ્યું. વેલેન્ટાઈન ડે બગડ્યો.

આ પણ વાંચોઃ ગૂગલ ક્રોમ યુઝર્સ માટે સરકારે જારી કરી ચેતવણી, CERT-In એ કહ્યું…

Back to top button