ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના 4000 એપિસોડ પૂરા, ટીમે કરી ઉજવણી, જૂઓ વીડિયો

  • ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ 4000 એપિસોડ કર્યા પૂરા
  • 4 હજાર શો પૂરા થવા પર ‘બબીતા ​​અય્યર’નું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તાએ એક ખાસ વીડિયો શેર કર્યો

મુંબઈ, 7 ફેબ્રુઆરી: અભિનેત્રી મુનમુન દત્તા લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેના પાત્ર ‘બબીતા’ માટે ખૂબ જ જાણીતી છે. તેણીએ શોના 4000 એપિસોડ પૂરા થવા પર દરેક દર્શકનો આભાર વ્યક્ત કર્યો છે. જુલાઇ 2008માં પ્રથમ વખત પ્રસારિત થયેલો આ શોને આજે 16 વર્ષ થઈ ગયા છે. આ શો ચિત્રલેખા મેગેઝિનમાં તારક મહેતાની સાપ્તાહિક કૉલમ ‘દુનિયા ને ઉંધા ચશ્મા’ પર આધારિત છે.

36 વર્ષીય અભિનેત્રી, જે પશ્ચિમ બંગાળની છે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં તે અય્યરની પત્ની બબીતાનું પાત્ર ભજવે છે. તે જેઠાલાલની સિક્રેટ ક્રશ છે. શોના નિર્માતાઓ દ્વારા હાંસલ કરાયેલ આ નોંધપાત્ર સંખ્યાના કારણે તમામે આ 4000 એપિસોડની ઉજવણી કરી છે. મુનમુન દત્તાએ તેમના Instagram પર વીડિયો તેમજ ફોટો શેર કર્યા છે.

મુનમુન દત્તા દ્વારા શેર કરવામાં આવેલ ફોટો:

 

ફોટોમાં મુનમુન દત્તા ગોકુલધામ સોસાયટીની બહાર પોઝ આપતી જોઈ શકાય છે. તેણીએ વાદળી રંગનું ફ્લોરલ પેન્ટસૂટ પહેર્યું છે અને 4000 એપિસોડ દર્શાવતી માર્કી લાઇટની સામે પોઝ આપતી જોઈ શકાય છે. ફોટાઓની શ્રેણી શેર કરતા તેણીએ લખ્યું છે કે, “4000 એપિસોડ… આજે દરેક વસ્તુ માટે હું આભારી છું. નાના શહેરની છોકરી, મોટા સપનાઓ સાથે, 16 વર્ષ પછી, સખત મહેનત, મુશ્કેલીઓ અને દ્રઢતા પછી, આજે હું અહીં છું.”

આખી સ્ટાર કાસ્ટ એકસાથે જોવા મળી, જૂઓ વીડિયો

 

તેણે પોસ્ટ શેક કરતાં લખ્યું છે કે, “ગૌરવ સાથે ઉભા રહો! આજે મેં જે પણ હાંસલ કર્યું છે તે મારું પોતાનું છે અને તેને મારાથી કોઈ છીનવી નહીં શકે. ભગવાનનો, આ બ્રહ્માંડનો, દરેકનો આભાર.” વિડીયોમાં મુનમુન અન્ય સ્ટાર કાસ્ટ સાથે મસ્તીભરી વાર્તાલાપ કરી રહી છે, તેમાં ચોકલેટ કેકની ઝલક જોવા મળી રહી છે, જે 4000 દર્શાવતી સંખ્યામાં ડિઝાઇન કરવામાં આવી હતી. સ્ટાર કાસ્ટ આરતી કરતી, મીઠાઈઓ ખાતી અને જોરશોરથી ડાન્સ કરતી જોવા મળે છે. રીલ વિડિયોને કેપ્શન આપવામાં આવ્યું છે: “4000 એપિસોડના શૂટિંગના પડદા પાછળની દરેક વસ્તુ માટે આભાર… આ અદ્ભુત ટીમ માટે, અને અદ્ભુત દર્શકો માટે જેઓ ખરાબ અને સારા સમયમા સાથે રહ્યા છે તે દરેકનો આભાર”

આ પણ વાંચો:બેસ્ટ પાર્ટનર બનવા માટે થેંક્સ… સિદ્ધાર્થે ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી પર કિયારા માટે લખી સ્પેશિયલ નોટ

Back to top button