ટ્રેનના પાટા પર દોડ્યું જેસીબી, લોકોએ કહ્યું- ‘ડ્રાઈવરને ભારત રત્ન આપવો જોઈએ’
- આજ સુધી તમે ટ્રેનના પાટા પર માત્ર ટ્રેન દોડતી જોઈ હશે, પરંતુ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેનના પાટા પર જેસીબી ચલાવતો જોવા મળ્યો
HD ન્યૂઝ ડેસ્ક, 7 ફેબ્રુઆરી: દુનિયાભરમાં ફરવા જવા માટે અનેક માધ્યમો હાજર છે. જો તમારે રોડ દ્વારા ક્યાંક જવું હોય તો કાર, બાઇક અને બસનો ઉપયોગ કરી શકો છો. જો તમારે પાણીમાં મુસાફરી કરવી છે તો જહાજોમાં જવું પડશે. તેવી જ રીતે ટ્રેનમાં મુસાફરી કરવી હશે તો તેના માટે ટ્રેક પણ લગાવવામાં આવ્યા છે. તમારે ધ્યાન રાખવું જોઈએ કે આ તમામ પરિવહન ફક્ત તેમના પોતાના રૂટ પર જ ચાલી શકે છે અન્યના રૂટ પર નહીં. મતલબ, પાણીમાં ચાલતું જહાજ રસ્તા પર નથી ચાલી શકતું અને ટ્રેન પાણી પર નથી ચાલી શકતી. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કઈક અજીબ જ ઘટના જોવા મળી છે. ચાલો તમને જણાવીએ કે વાયરલ વીડિયોમાં શું બતાવવામાં આવ્યું છે?
વીડિયો તમને ચોંકાવી દેશે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જે જુઓ છો, તે કદાચ તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જે ટ્રેક પર ટ્રેન ચાલી રહી છે તેની બાજુમાં ખાલી પડી રહેલા ટ્રેક પર એક વ્યક્તિ જેસીબી ચલાવતો જોવા મળી રહ્યો છે. ખાલી ચલાવતો જ નહીં પણ સારી સ્પીડ સાથે તે ચલાવી રહ્યો છે. તમે ભાગ્યે જ જોયુ હશે કે ટ્રેક પર જેસીબી ચાલી હોય.
અહીં જૂઓ વાયરલ વીડિયો
View this post on Instagram
વીડિયો જોઈ લોકોએ કહ્યું…
આ વીડિયો @railwayjasoos નામના પેજ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 2 લાખ 10 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે તે ફેક છે. અન્ય યુઝરે લખ્યું- ભાઈ તે હેકર છે. ત્રીજા યુઝરે લખ્યું- અહીં પણ એવું જ થાય છે. અન્ય એક યુઝરે લખ્યું- વીડિયોને એવી રીતે બનાવો કે લોકો તેને એડિટ કરેલો સમજે. એક યુઝરે લખ્યું- ‘ડ્રાઈવરને ભારત રત્ન આપવો જોઈએ.’
આ પણ વાંચો: VIDEO: જ્યારે કેદીઓએ પોતે પોલીસ વાનને ધક્કો મારવો પડ્યો