ટ્રેન્ડિંગનેશનલફન કોર્નરવીડિયો સ્ટોરી

VIDEO: જ્યારે કેદીઓએ પોતે પોલીસ વાનને ધક્કો મારવો પડ્યો

Text To Speech
  • બિહારમાં જેલના કેદીઓ ભાગી જવાની જગ્યાએ કોર્ટ જવા માટે પોલીસ અધિકારીઓને મદદ કરતા જોવા મળ્યા

ભાગલપુર(બિહાર), 4 ફેબ્રુઆરી: બિહારમાં અવાર-નવાર અજીબો-ગરીબ ઘટનાઓ બનતી રહે છે. હવે રાજ્યના ભાગલપુરમાં વધુ એક વિચિત્ર ઘટના બનવા પામી છે. ભાગલપુરમાં પોલીસને નવાં વાહનો મળ્યા પછી પણ કેદીઓ દ્વારા ધક્કા મારવાનો તબક્કો પૂરો થયો નથી. કેદીઓએ ઇંધણ ખતમ થતા પોલીસ વાનને સુનાવણી માટે કોર્ટ જવાના રસ્તા પર ધક્કો માર્યો હતો. ગેરકાયદે દારૂ વેચવાના કેસમાં કસ્ટડીમાં આવેલા ચાર કેદીઓ દ્વારા વાહનને લગભગ 500 મીટર સુધી ધકેલવામાં આવ્યું હતું. આ કેદીઓને સુનાવણી માટે નવગચિયાથી ભાગલપુર લાવવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટ પહોંચતા પહેલા જ પેટ્રોલ સમાપ્ત થઈ ગયું હતું. જે બાદ કેદીઓએ કારને ધક્કો માર્યો હતો. જેલના કેદીઓ ભાગી જવાની જગ્યાએ કોર્ટ જવા માટે પોલીસ અધિકારીઓને મદદ કરતા જોવા મળે છે. જ્યારે ડ્રાઈવરને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે તેનો ઈન્કાર કર્યો. કેદીઓ દ્વારા વાહનને ધક્કો મારતો વીડિયો પણ બહાર આવ્યો છે અને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નજારો જોઈને લોકોને જૂના દિવસો યાદ આવી ગયા

વીડિયોમાં જોઈ શકાય છે કે, કેદીઓએ પોતાની કમરની આસપાસ દોરડા બાંધેલા છે અને સાથે મળીને તેઓ વાહનને રોડની બાજુમાં ધક્કો મારતા જોવા મળે છે. ત્યાંથી પસાર થતા લોકો પણ આ દ્રશ્ય જોઈને જૂના દિવસો યાદ કરી રહ્યા હતા. જ્યારે પોલીસ પાસે જીપ હતી અને જો તે સ્ટાર્ટ ન થાય તો તેને કેદીઓ દ્વારા ધક્કો મારવાની ફરજ પડતી હતી. પરંતુ હવે સ્કોર્પિયો જેવું વાહન પોલીસને આપવામાં આવ્યું છે તેમ છતાં આ દ્રશ્ય બદલાયું નથી.

જેઓ દોષિત હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે

આસિસ્ટન્ટ કમિશનર ઑફ પ્રોહિબિશન પ્રમોદિત નારાયણ સિંહે કહ્યું કે, અમને આ બાબતની જાણ નહોતી. હમણાં જ માહિતી મળી છે. આ અંગે તપાસ કરવામાં આવશે. જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે ડ્રાઈવર સાવન કુમારે જણાવ્યું હતું કે, કેદીને લાવતા હતા તે સમયે કારમાં ઈંધણ ખતમ થઈ ગયું હતું. કેદીઓએ ગાડીને ધક્કો માર્યો નથી.

આ પણ જુઓ: હાથીએ તેના ગુસ્સે થયેલા સાથીને પ્રેમ વરસાવીને શાંત પાડ્યો, જૂઓ વીડિયો

Back to top button