ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલવર્લ્ડહેલ્થ

પતિ નહાતો નથી-બ્રશ કરતો નથી, મારે છૂટાછેડા જોઈએઃ પત્નીએ કોર્ટમાં કરી અરજી

  • તુર્કીની મહિલાએ તેના પતિ પર ચોખ્ખાઈથી ન રહેવા બદલ કોર્ટમાં કેસ કર્યો

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: સામાન્ય રીતે છૂટાછેડા માટેનું કારણ ઘરેલું હિંસા, એક્સ્ટ્રા મેરિટલ અફેર અથવા દહેજ માટે ઉત્પીડન હોય છે. જેના કારણે પતિ-પત્ની અલગ થઈ જાય છે. પરંતુ શું કોઈ સાફ-સફાઈ માટે કોઈને છૂટાછેડા આપી શકે છે? આ કલ્પના બહારની વાત છે. પરંતુ તુર્કીની એક મહિલાએ તેના પતિ પર ચોખ્ખાઈથી ન રહેવા બદલ કેસ કર્યો. એક મહિલાએ તેના પતિ પર કેસ કર્યો અને તેની પાસેથી છૂટાછેડા માંગ્યા. મહિલાએ દાવો કર્યો હતો કે, તેનો પતિ સ્વચ્છ રીતે જીવતો નથી. ન તો તે સ્નાન કરે છે અને ન તો દાંત સાફ કરે છે. જેના કારણે તેના શરીર અને મોઢામાંથી સતત દુર્ગંધ આવતી રહે છે.

પતિની હરકતોથી કંટાળીને પત્નીએ માંગ્યા છૂટાછેડા

મહિલાએ દાવો કર્યો છે કે, તેનો પતિ ક્યારેય ન્હાતો નથી અને દાંત પણ સાફ કરતો નથી. ન ન્હાવાના કારણે તેના આખા શરીરમાંથી દુર્ગંધ આવતી રહે છે. તેના પરસેવાથી આખો દિવસ દુર્ગંધ આવતી રહે છે. એટલું જ નહીં, તે અઠવાડિયામાં માત્ર એક કે બે વાર જ બ્રશ કરે છે. તેનાથી કંટાળીને મહિલાએ અંકારાની 19મી ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. તેણીએ કોર્ટમાં કહ્યું છે કે, તેના પતિએ સતત 5 દિવસથી એક જ કપડાં પહેર્યા છે અને તેના શરીરમાંથી સતત દુર્ગંધ આવી રહી છે.

ઓફિસના સહકાર્યકરોએ પણ વિરુદ્ધ જુબાની આપી

કોર્ટની સુનાવણીમાં મહિલાના દાવાને સમર્થન આપવા માટે સાક્ષીઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. જુબાની આપનારા લોકોમાંથી કેટલાક તેના પરિચિત હતા અને કેટલાક એવા લોકો હતા જેઓ મહિલાની ઓફિસમાં કામ કરતા હતા. તમામ સાક્ષીઓએ મહિલાનો દાવો સાચો હોવાનું જણાવ્યું હતું. જે બાદ કોર્ટે મહિલાની છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, મહિલાના પતિ વ્યક્તિગત સ્વચ્છતાના અભાવના વળતર તરીકે 5 લાખ ટર્કિશ લીરા એટલે કે 13.68 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

વ્યક્તિમાંથી દુર્ગંધ આવી રહી હતી

મહિલાના વકીલે તુર્કીના અખબાર ‘સબા’ને જણાવ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ભાગીદારીનો સંબંધ છે, તેથી તેમણે પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ. જો એક પક્ષના કારણે બીજાનું જીવન દયનીય બને છે તો બીજા પક્ષને છૂટાછેડાની અરજી કરવાનો પૂરો અધિકાર છે. તે જ સમયે, કોર્ટમાં સાક્ષીઓના જણાવ્યા અનુસાર, મહિલાનો પતિ 7થી 10 દિવસમાં માત્ર એક જ વાર સ્નાન કરે છે અને અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર દાંત સાફ કરે છે, જેના કારણે તેના શરીર અને મોંમાંથી દુર્ગંધ આવે છે. મહિલાના સહકાર્યકરો, જેમણે તેના પતિ વિરુદ્ધ જુબાની આપી હતી, તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તે તેની પાસે બેસતા હતા ત્યારે તેમને ખરાબ ગંધ આવતી હતી, જેથી કોઈ તેની પાસે બેસવા માંગતા ન હતા.

આ પણ જુઓ: VIDEO: જ્યારે કેદીઓએ પોતે પોલીસ વાનને ધક્કો મારવો પડ્યો

Back to top button