ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

બ્રેકઅપ બાદ મગજ કામ કરતું બંધ થઈ ગયું છે? તો અપનાવો આ ઉપાય

  • બ્રેકઅપ પછી પુરુષોમાં ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓનું જોખમ વધી જાય છે. ઘણી વખત યુવાનો દારૂ અને અન્ય નશાના વ્યસની પણ બની જાય છે, પરંતુ જો આપણે તેના બીજા પાસાની વાત કરીએ તો બ્રેકઅપ બાદ જે યુવાનોએ પોતાનું માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું કામ કર્યું છે તે આજે સફળતાના શિખરે છે.

તમે આસપાસમાં એવા ઘણા યુવાનો જોયા હશે, જેઓ બ્રેકઅપ બાદ ડિપ્રેશનમાં આવી ગયા હોય. ‘સોશિયલ સાયન્સ એન્ડ મેડિસિન – ક્વોલિટેટીવ રિસર્ચ ઇન હેલ્થ’માં પ્રકાશિત એક સંશોધન દર્શાવે છે કે બ્રેકઅપ પછી પુરુષોમાં ચિંતા અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓનું જોખમ વધી જાય છે. ઘણી વખત યુવાનો દારૂ અને અન્ય નશાના વ્યસની પણ બની જાય છે, પરંતુ જો આપણે તેના બીજા પાસાની વાત કરીએ તો બ્રેકઅપ બાદ જે યુવાનોએ પોતાનું માનસિક સ્વાસ્થ્ય જાળવવાનું કામ કર્યું છે તે આજે સફળતાના શિખરે છે. તો જાણો કે એવી કઈ રીતો છે જેની મદદથી તમે બ્રેકઅપ બાદ તમારી જાતને મજબૂત બનાવી શકો છો.

બ્રેકઅપ બાદ તમે તમારી જાતને કેવી રીતે હેન્ડલ કરો છો તે તમારી માનસિકતા પર આધાર રાખે છે. તમે કેવી રીતે વિચારો છો, કેવી રીતે દુનિયાને જુઓ છો. આ બધું તમને આગળ વધવા માટે પ્રેરિત કરી શકે છે. જો તમારી પાસે સકારાત્મક વિચારસરણી હશે તો બધું સરળ બની જશે. તમારી નકારાત્મકતા તમને પીડા આપી શકે છે. અહીં કેટલીક પદ્ધતિઓ છે જે તમને બ્રેકઅપ બાદ માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરી શકે છે.

બ્રેકઅપ બાદ મગજ કામ કરતું બંધ થઈ ગયું છે તો અપનાવો આ ઉપાય hum dekhenge news

સત્ય સ્વીકારો, બ્રેકઅપ સ્વીકારો

બ્રેકઅપ થયું છે તો તેનો સ્વીકાર કરો. નકારાત્મક રીતે નહીં, પરંતુ સકારાત્મક માનસિકતા સાથે. યાદ રાખો, બ્રેકઅપ એ નવી શરૂઆતની તક પણ બની શકે છે.

મિત્રો અને પરિવાર સાથે વાત કરો

બ્રેકઅપ પછી તમારી જાતને રૂમમાં બંધ ન કરો . બને તેટલું મિત્રો અને પરિવાર સાથે વાત કરો. તમારી લાગણીઓ વિશે તેમને કહેવામાં અચકાશો નહીં.

શારીરિક રીતે સક્રિય રહો

યોગ અથવા અન્ય શારીરિક વ્યાયામ દ્વારા તમારા શારીરિક સ્વાસ્થ્યની કાળજી લો. શારીરિક રીતે સક્રિય રહેવાથી તમારું મન પણ સારું રહેશે.

બ્રેકઅપ બાદ મગજ કામ કરતું બંધ થઈ ગયું છે તો અપનાવો આ ઉપાય hum dekhenge news

નવું શીખવામાં તમારી જાતને વ્યસ્ત રાખો

તમારી જાતને કોઈ પણ કુટેવમાં લગાવવાના બદલે કે કોઈ નશાના રવાડે ચઢાવવાના બદલે, નવી સ્કિલ, નવી ભાષા શીખવામાં અને નવા શોખ પર ધ્યાન કેન્દ્રિત કરો.

પૌષ્ટિક ખોરાક ખાવ

સારો ખોરાક મેન્ટલ હેલ્થ સુધારવામાં મદદ કરી શકે છે. ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર ખોરાક તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે.

ઓછામાં ઓછી 8-9 કલાકની ઊંઘ લો

માનસિક સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ લેવી જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછા 8-9 કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરો. તમે વહેલા સૂવાની અને વહેલા જાગવાની આદત કેળવી શકો છો. તેનાથી મગજ પણ સારું રહેશે.

નિષ્ણાતની મદદ લો

જો તમને એવું લાગી રહ્યું હોય કે તમારું માનસિક સ્વાસ્થ્ય બગડી રહ્યું છે, તો તમારે કોઈ નિષ્ણાતની મદદ લેવી જરૂરી છે.

આ પણ વાંચોઃ 6 વર્ષના બાળકે રાહુલ ગાંધીને પૂછ્યું, ‘તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો?’

Back to top button