નેશનલ

જુઓ સૌથી હેન્ડસમ IAS ઓફિસરની સગાઈની ખાસ તસવીરો

Text To Speech

IAS ટીના ડાબીના પૂર્વ પતિ IAS અતહર આમિર ખાન બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. તેણે ડો. મેહરીન કાઝી સાથે સગાઈ કરી છે. બંનેની સગાઈની તસવીરો પણ સામે આવી છે. આ સિવાય સગાઈની સેરેમની દરમિયાનના ફોટોશૂટની ઘણી તસવીરો અને રીલ પણ વાયરલ થઈ રહી છે. IAS અતહર આમિર ખાનને સોશિયલ મીડિયા પર સૌથી હેન્ડસમ IAS ઓફિસર ગણાવવામાં આવ્યો છે.

IAS અતહર આમિર ખાને ડો. મેહરીન કાઝી સાથે કરી સગાઈ

IAS અતહર અને મેહરીનની સગાઈના ફોટા @kkstudioz દ્વારા શેર કરવામાં આવ્યા છે. એક તસવીરમાં અતહર મેહરીનને વીંટી પહેરાવતો જોવા મળે છે. આ દરમિયાન અતહર સફેદ શર્ટ અને બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ, મેહરીન આ ખાસ અવસર પર ક્રીમ કલરના લહેંગામાં જોવા મળી રહી છે. આ સિવાય સેરેમની દરમિયાન ફોટોશૂટની ઘણી તસવીરો પણ શેર કરવામાં આવી છે. જેમાં IAS અતહર અને ડોક્ટર મહરીન અલગ-અલગ ગેટઅપમાં જોવા મળી રહ્યા છે. તેઓ બંને હાથમાં લઈને પોઝ આપતા જોવા મળે છે.

અતહર શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર છે 

તમને જણાવી દઈએ કે આઈએએસ અતહર શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને શ્રીનગર સ્માર્ટ સિટી લિમિટેડના સીઈઓ છે. તેની ભાવિ પત્ની મેહરીન વ્યવસાયે ડોક્ટર છે. LinkedIn પર આપવામાં આવેલી માહિતી અનુસાર, મેહરીન નવી દિલ્હીમાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં સાયન્ટિફિક ઓફિસર તરીકે કામ કરે છે. મહરીન મેક્સ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ પણ છે. આ સિવાય તેઓ બેક્સનના હોમિયોપેથીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે.

મેહરીન વ્યવસાયે ડોક્ટર છે 

મેહરીને બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ એન્ડ મેડિકલ સાયન્સ, ફરિદકોટમાંથી બેચલર ઓફ મેડિસિન અને સર્જરીની ડિગ્રી ધરાવે છે. મહેરીને દિલ્હીની આંબેડકર યુનિવર્સિટીમાંથી ફર્સ્ટ ડિવિઝન ગ્રેડ સાથે ડોક્ટર ઑફ મેડિસિનની ડિગ્રી મેળવી છે. ત્યાર બાદ તે વધુ અભ્યાસ માટે વિદેશ ગઈ હતી. મહરીને એસ્થેટિક મેડિસિનમાં યુનિવર્સિટિ ગ્રીફ્સવાલ્ડ, જર્મનીમાંથી ફેલોશિપ કરી હતી. પછી તેની સંસ્થામાં તેણે ક્લિનિકલ કોસ્મેટોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાની ડિગ્રી મેળવી. આ પછી મહરીને લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી ઑબ્સ્ટેટ્રિક્સ અને મેડિકલ ગાયનેકોલોજીમાં PGDIP ડિગ્રી મેળવી. તે તમામ ડિગ્રી કોર્સ દરમિયાન તેમનો ગ્રેડ ફર્સ્ટ ડિવિઝન હતો.

IAS અતહર આમિર ખાનના આ બીજા લગ્ન છે 

તમને જણાવી દઈએ કે મેહરીન સાથે IAS અતહર આમિર ખાનના આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે વર્ષ 2015ની UPSC ટોપર ટીના ડાબી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ વર્ષ 2021માં IAS કપલના છૂટાછેડા થઈ ગયા. જે પછી 22 એપ્રિલ 2022ના રોજ IAS ટીના ડાબીએ IAS પ્રદીપ ગાવંડે સાથે બીજા લગ્ન કર્યા. અને હવે અતહર પણ ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે.

Back to top button