ગુજરાતટોપ ન્યૂઝ

ફિલ્મફેર એવોર્ડ 2024ને લઈ અમદાવાદ એરપોર્ટ સજ્જ, જાણો કયા ફિલ્મી સિતારાઓ આવશે

Text To Speech
  • એવોર્ડના અતિથિઓ માટે ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી
  • 2 દિવસ માટે ચાર્ટડ પ્લેનના એડવાન્સ બુકીંગ થયા
  • વિવિધ ફિલ્મી સિતારાઓ એવોર્ડમાં હાજરી આપશે

ફિલ્મફેર એવોર્ડ 2024ને લઈ અમદાવાદ એરપોર્ટ સજ્જ થયુ છે. જેમાં ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિશેષ ચાર્ટડ પ્લેનથી અમદાવાદ એરપોર્ટ ધમધમતુ રહેશે. તથા 2 દિવસ માટે ચાર્ટડ પ્લેનના એડવાન્સ બુકીંગ થયા છે.

આ પણ વાંચો: અમદાવાદ આવતી ઇન્ડિગોની ઉડતી ફ્લાઇટમાં ખામી સર્જાતાં પેસેન્જરોના જીવ તાવડે ચોંટયા

એવોર્ડના અતિથિઓ માટે ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી

એવોર્ડના અતિથિઓ માટે ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અભિનેતા, અભિનેત્રી સહિતના અતિથિઓનું સ્વાગત કરાશે. તથા ગુજરાતની ઝાંખીઓથી એરપોર્ટ પર સ્વાગત કરાશે. અન્ય ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાય નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ સિલિબ્રિટી માટે વિશેષ પાયલોટિંગની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. પોલીસ પાયલોટિંગના વ્હિકલનો એરપોર્ટ પર ખડકલો છે. પહેલીવાર ગુજરાતમાં થઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ 2024ને લઈ અમદાવાદ એરપોર્ટ પર તૈયારી થઇ ગઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ, ACBના CARE પ્રોગ્રામ હેઠળ નવી પહેલ

સંદીપ રેડી વાંગા, પીવી સિંધુ અને શિખર ધવન પણ આવી રહ્યાં છે

ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ ફિલ્મી સિતારાઓ એવોર્ડમાં હાજરી આપશે. તેમાં ડેવિડ ધવન, મનીષ પોલ, ઇશા ગુપ્તા, રાજકુમાર રાવ, કબીર, નરગીસ ફકરી, સોનલ ચૌહાણ, અનુમલિક, આનંદ એલ રાય, રમેશ તૌરાની, હર્ષવર્ધન કુલકર્ણી, ધર્મેશ દર્શન, સંજીદા શેખ, એલનાજ સોહાઈલ હાજરી આપશે. તેમજ ઉર્વશી રૌતેલા, નીતિન શર્મા, સ્વનંદ કિરકીરે, કરિશ્મા કપૂર, સૈફઅલી, સંદીપ રેડી વાંગા, પીવી સિંધુ અને શિખર ધવન પણ આવી રહ્યાં છે.

Back to top button