ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ, ACBના CARE પ્રોગ્રામ હેઠળ નવી પહેલ

  • ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં ફરિયાદી મહત્વનું અંગ: ડૉ.શમશેરસિંઘ
  • અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, અરવલ્લીના લોકોનો સમાવેશ
  • એસીબીના 250થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર

ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ, ACBના CARE પ્રોગ્રામ હેઠળ નવી પહેલ શરૂ કરી છે. જેમાં લાંચિયા સરકારી બાબુઓને જેલભેગા કરનારા 26 ફરિયાદીનું સન્માન થયું છે. તેમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, અરવલ્લીના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: એસટી બસના ડ્રાઇવરને રૂ.150ની લાંચ લેવી ભારે પડી 

એસીબીના 250થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર

આ કાર્યક્રમમાં એસીબીના 250થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સરકારની ભ્રષ્ટાચાર પ્રત્યેની ‘ઝીરો ટોલરન્સ નીતિ’ને વેગ અને મજબૂતી પુરી પાડવાનાર હેતુથી એસીબીના નિયામક ડૉ.શમશેરસિંઘે ‘CARE’ પોગ્રામ અંતર્ગત લાંચિયા બાબુઓને જેલભેગા કરાવનાર 26 ફરિયાદીનું પ્રજાસત્તાક દિવસે શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર ફરિયાદીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં એસીબીના 250થી વધુ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન લાંચિયા અધિકારી અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે જાગૃત નાગરિકોને પ્રેરકબળ મળે અને સમાજમાંથી વધુને વધુ નાગરીકો ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ કરવા આગળ આવે તે હેતુથી થયું હતું.

આ પણ વાંચો: વડોદરા: હરણી લેકઝોનની દુર્ઘટનામાં પકડાયેલા આરોપીઓ જાહેર કરી શકે છે મોટા માથાના નામ 

ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં ફરિયાદી મહત્વનું અંગ: ડૉ.શમશેરસિંઘ

પ્રજાસત્તાક દિન નિમીતે એસીબીના નિયામક ડૉ.શમશેરસિંઘે એસીબીના અધિકારીઓ અને કર્મચારીઓને સૂચન કર્યું હતું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં ફરિયાદી મહત્વનું અંગ હોય બ્યુરોમાં આવતા તમામ ફરિયાદી અને અરજદારને પુરતો સહકાર, સન્માન અને સુરક્ષા પૂરી પાડવી. તેનાથી લાંચિયા લોકો સામે ફરિયાદ કરવા આવતા નાગરિકોને પ્રેરક બળ મળશે અને સમાજમાંથી વધુને વધુ નાગરિકો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી આગળ આવશે. કામગીરીને પારદર્શક, પ્રજાભિમુખ અને સરળ બને તે રીતે કરવા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ડૉ.સિંઘે સલાહ આપી હતી.

Back to top button