ટ્રેન્ડિંગફન કોર્નરમનોરંજનવિશેષ

Bigg Boss 17: કરણ જોહરે ઈશા અને વિક્કી જૈનનો જબરદસ્ત ક્લાસ લીધો

બિગ બોસ 17, 13 જાન્યુઆરી : વિવાદાસ્પદ ટીવી શો બિગ બોસ 17ના છેલ્લા એપિસોડમાં એક નવો ડ્રામા જોવા મળ્યો હતો. અભિષેક અને ઈશા માલવિયા વચ્ચેનો જઘડો બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, તાજેતરના એપિસોડમાં બંને વચ્ચેની દલીલ એટલી વધી ગઈ કે તેઓએ એકબીજાને ગાળો પણ આપી હતી. બિગ બોસ હાઉસના તમામ સભ્યોએ કહ્યું છે કે, જે દિવસે દરેકનો પરિવાર આવ્યો હોય તે દિવસે લડાઈ ન કરવી. તેમજ, આ વખતે વિકેન્ડ કા વાર એપિસોડ સલમાન ખાનની જગ્યાએ ડિરેક્ટર કરણ જોહર હોસ્ટ કરશે. આ વીકેન્ડ કા વારનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં કરણ ઈશા માલવીયા અને વિકી જૈનની ક્લાસ લેતો જોવા મળે છે.

કરણ જોહરે ઈશા માલવિયાનો લીધો ક્લાસ

આ પ્રોમોમાં કરણ જોહર મુનવ્વરના કારણે ઈશા માલવિયાની ક્લાસ લેતો જોવા મળે છે, તે કહે છે કે, ‘તમે મુનવ્વર વિશે કહ્યું કે તેણે ઘણા લોકોનો યૂઝ એંડ થ્રો કર્યો છે. ત્યારે કરણ તેને કહે છે કે શું તમે તમારો ઈતિહાસ ભૂલી ગયા, જે રીતે ઈશા તમે મુનવ્વરના બહારના જીવન અને અંગત જીવનમાં રસ દેખાડ્યો છે સાચે તમે ખરેખર સમગ્ર ભારતનું દિલ જીતી લીધું છે.

ત્યારે ઈશા કહે, ના સર. જે પછી કરણ કહે છે, ઈશા, તારે આ બંને સાથે શું લેવાદેવા છે, આ તેની મેટર છે, તું વચ્ચે કેમ આવી. આના પર ઈશા કહે છે કે મુનવ્વરે આ વાત સ્વીકારી લીધી છે. આવી સ્થિતિમાં કરણે ઈશાને કહ્યું, ‘ઈશા આ ઘરમાં તારા સંબંધો કયા એવા હતા કે તું બીજાના સંબંધો પર આંગળી ચીંધે છે. ઈશા, હું એક દિગ્દર્શક છું, હું માસુમિયતની એક્ટિંગને ઓળખું છું અને નિર્દોષ લોકોને પણ ઓળખું છું. કરણની વાત સાંભળીને ઈશાનો ચહેરો સંપૂર્ણપણે પડી ગયો અને તે ચૂપચાપ તેનું માથું નમાવીને સાંભળે છે.

કરણે વિક્કીને કહ્યું- ‘તમારે તેનું સ્ટેન્ડ લેવું જોઈએ’

શોમાં કરણ જોહર વિકી જૈનને આ કહેતો જોવા મળ્યો હતો. કે જ્યારે તમારી માતા અંકિતાને પ્રશ્નો પૂછે ત્યારે પતિ તરીકે તમારે તેની પાછળ ઊભા રહેવું જોઈએ. હું એમ નથી કહેતો કે કોઈએ પોતાની માતા વિરુદ્ધ બોલવું જોઈએ. પરંતુ પૂછવું જોઈએ કે શું થયું? આવી સ્થિતિમાં વિકી અંકિતાને પૂછે છે કે શું થયું, તો અભિનેત્રી કહે છે કે તેના પિતાએ તેની માતાને ફોન કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તે પણ તેના પતિને લાત મારે છે. જેના પર વિકી કહે છે કે એક પિતા આવું ફિલ કરી શકે છે.

આ પણ વાંચો : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગની જામનગરમાં તૈયારીઓ, ફંક્શનનું કાર્ડ વાયરલ

Back to top button