ગુજરાત

હળવદમાં લૂંટ પ્રકરણ: પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં થાય તો બંધની ચીમકી

Text To Speech

હળવદ માં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા કથળી ગયેલી હાલતમાં હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે ત્યારે હળવદમાં છેલ્લા એક અઠવાડિયાથી જુદા જુદા સોસાયટી વિસ્તારોમાં તસ્કરો ખુલ્લેઆમ ચોરીને અંજામ આપી રહ્યા છે છતાં પણ હળવદ પોલીસ  મુકપ્રેક્ષ બનીને તમાશો જોઈ રહી. હળવદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી દારૂ જુગાર ટ્રાફીક અન્ય સમસ્યાઓ ની બદી વધી જવા પામી છે તેવું શહેરીજનોમાં ચચર્ઈિ રહ્યું છે.

ત્યારે હળવદ  માળીયા હાઈવે પર સોમવારે રાત્રે  એક રાતમાં હળવદ નાં 7 થી વધુ કારખાનામાં ચડી બનીયનધારી ગેંગ ત્રાટકી  આતંક મચાવ્યો : સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ :વૃદ્ધને ધોકા મારી લૂંટી લેવાયો હતા.બનાવની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

હળવદ માળીયા હાઈવે પર સોમવારે રાત્રીના ચડી બનીયાંનધારી લુંટારૂ ગેંગે ત્રાટકી આતંક મચાવી વૃદ્ધને માર મારી લુટી લઈ એક રાતમાં 7 થી વધું કારખાનામાં ચોરી કરતી ગેંગ હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.જયારે બીજી બાજુ વેપારી આલમમાં ફફડાટ સાથે રોષની લાગણી ફેલાઈ હતી.

સોમવારે  રાત્રીના હળવદ માળીયા હાઇવે પર આવેલા ઈન્ડસ્ટ્રીઝ એરીયા માં 7થી વધુ કારખાનામાં લૂંટારું ગેંગ ત્રાટકી હોવાનો બનાવ બનવા પામતાં સમગ્ર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે ઘટનાના પગલે હળવદ પોલીસે વિસ્તારમાં કારખાનામાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટજ મેળવી તપાસ હાથ ધરી છે જ્યારે તસ્કરોએ વૃદ્ધને મારમારી લૂંટી લીધા હોય તેની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. પગલે હળવદ વેપારી મહામંડળ તેમજ આજુબાજુ ના વેપારીઓ એકઠા થઇ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તે માટે હળવદ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા જો આગામી દિવસમાં આની યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો હળવદ  બંધ નું એલાન આપવાની ચીમકી હળવદ વેપારી મહામંડળ મંડળે ઉચ્ચારી હતી.

Back to top button