ટ્રેન્ડિંગનેશનલ

અદાણી ડિફેન્સ દ્વારા વિકસિત UAV દૃષ્ટિ-10 સ્ટારલાઇનર ભારતીય નૌકાદળમાં સામેલ

Text To Speech

હૈદરાબાદ (તેલંગાણા), 10 જાન્યુઆરી: અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે બુધવારે સ્વદેશી UAV દૃષ્ટિ-10 સ્ટારલાઈનર ડ્રોન ભારતીય નૌકાદળને સોંપ્યું હતું. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે ભારતમાં સંપૂર્ણપણે સ્વદેશી UAV દૃષ્ટિ-10 સ્ટારલાઈનર વિકસાવ્યું છે. નૌકાદળના કાફલામાં સામેલ થયા બાદ ભારતીય નૌકાદળની તાકાત પહેલા કરતા વધુ વધશે. હૈદરાબાદમાં ફ્લેગઓફ ઇવેન્ટનું નેતૃત્વ ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ 75 નૌકાદળના કર્મચારીઓ સાથે આ કાર્યક્રમમાં હાજર હતા.

કંપનીએ જણાવ્યા અનુસાર, દૃષ્ટિ 10 સ્ટારલાઇનર એ એડવાન્સ્ડ ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ એન્ડ રિકોનિસન્સ (ISR) પ્લેટફોર્મ છે. તેની ઉડ્ડયન ક્ષમતા 36 કલાક છે અને તે 450 કિલો વજન વહન કરી શકે છે. તેની સૌથી મોટી વિશેષતા દરેક હવામાન અને સ્થિતિમાં ઉડવાની ક્ષમતા છે. અદાણીનું ડ્રોન STANAG 4671  એરસ્પેસમાં ઉડવા માટે સક્ષમ છે.

હૈદરાબાદમાં ફ્લેગ ઑફ કાર્યક્રમ યોજાયો

એડવાન્સ એરિયલ સિસ્ટમના ક્ષેત્રમાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. જે ભારતને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ અદ્યતન એરિયલ સિસ્ટમ નેવીને સોંપતા પહેલા હૈદરાબાદના અદાણી એરોસ્પેસ પાર્કમાં ફ્લેગ ઑફ સેરેમની યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દેશની સુરક્ષા માટે અનેક ઉપકરણો તૈયાર કરી રહ્યું છે. આ અત્યાધુનિક, માનવરહિત હવાઈ વાહન અને સ્વદેશી અદ્યતન એરિયલ સિસ્ટમ્સમાં વ્યૂહાત્મક સ્વાયત્તતા અને તકનીકી નેતૃત્વ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

અદાણી ડિફેન્સે ભારતની પ્રથમ માનવરહિત હવાઈ વાહન ઉત્પાદન સુવિધા સ્થાપી છે, જે ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની નાની શસ્ત્રો ઉત્પાદન સુવિધા છે. તેમજ ડ્રોનના ઉભરતા જોખમને જોતા અદાણી ડિફેન્સ સંરક્ષણ અને નાગરિક બંને માટે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ્સ વિકસાવી રહ્યું છે.

આ પણ વાંચો: ભારતીય નૌકાદળનું સ્વદેશીકરણ: શિવાજી મહારાજની નૌકાદળથી પ્રેરિત ઇપોલેટ્સ જાહેર

Back to top button