ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

વિટામીન B12ની ઉણપના છે આ લક્ષણો, એલર્ટ થવાનો યોગ્ય સમય

  • જો શરીરમાં લાંબા સમય સુધી વિટામીન B12ની ઉણપ રહે તો વ્યક્તિને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન્સ અને મિનરલ્સનું પૂરતું પ્રમાણ હોવુ ખૂબ જરૂરી છે. વિટામિન B12 પણ એક જરુરી ન્યુટ્રિઅન્ટ છે, જે ડીએનએ સિંથેસિસ, એનર્જી પ્રોડક્શન અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમના સારા ફંકશનિંગ માટે જરૂરી છે. જો શરીરમાં લાંબા સમય સુધી વિટામીન B12ની ઉણપ રહે તો વ્યક્તિને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ વિટામિનની ઉણપને કારણે થાક, માથાનો દુખાવો, નર્વસ સિસ્ટમમાં પરેશાની જેવી સમસ્યાઓ દેખાવા લાગે છે.

યુએસ અને યુકેમાં હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના 20 ટકા લોકોમાં વિટામિન બી12ની ઉણપ હતી. આવું ઓછા ડાયેટરી ફુડ, કુપોષણ, મેડિકલ કન્ડિશન સહિત અન્ય કારણોના લીધે થયુ હતું. જાણો વિટામિન B12 ની ઉણપને કારણે કયા લક્ષણો જોવા મળે છે.

થાક

વધુ પડતી મહેનત કર્યા પછી થાક લાગવો એ સામાન્ય બાબત છે, પરંતુ જો આ સ્થિતિ સતત ચાલુ રહે તો ચિંતા કરવી જરૂરી છે. શરીરમાં વિટામિન B12ની ઉણપને કારણે સતત થાકનો અનુભવ થાય છે. શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે વિટામિન B12ની જરૂર છે. જો તેની ઉણપ હોય તો, રેડ બ્લડ સેલ્સના ઉત્પાદનની ઝડપ ઘટી જાય છે, જે શરીરના તમામ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે અને આ થાક તરફ દોરી જાય છે.

પીળી ત્વચા

જો આપણી ત્વચાનો રંગ પીળો દેખાવા લાગે તો તે સામાન્ય રીતે તે શરીરમાં લોહીની ઉણપ દર્શાવે છે. તે એનિમિયાની સ્થિતિ પણ હોઈ શકે છે. શરીરમાં B12ની ઉણપ પણ એનિમિયાનું કારણ બને છે અને તેના કારણે ત્વચાનો રંગ પીળો થવા લાગે છે.

વિટામીન B12ની કમી હોય તો દેખાય છે આ લક્ષણો,  એલર્ટ થવાનો યોગ્ય સમય hum dekhenge news

ડિપ્રેશન

જો શરીરમાં વિટામિન B12ની ઉણપ થઈ ગઈ હોય, તો તમે ડિપ્રેશન જેવા લક્ષણો પણ અનુભવો છો. જ્યારે B12 ની ઉણપ હોય છે, ત્યારે શરીરમાં સલ્ફરયુક્ત એમિનો એસિડ હોમોસિસ્ટેઈનનું સ્તર વધે છે અને તે ડિપ્રેશન તરફ દોરી જાય છે. આ કારણે ડીએનએ ડેમેજ થવાની સાથે શરીરના કોષો પણ ખતમ થવા લાગે છે.

પેટ સંબંધિત સમસ્યાઓ

જો તમને થોડા સમયથી પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ઝાડા, ઉલટી, કબજિયાત, મરોડ, ગેસ જેવા લક્ષણોનો અનુભવ થવા લાગ્યો છે, તો તે વિટામિન B12ની ઉણપને કારણે હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે છે, તો વિટામિન B12નો ટેસ્ટ કરાવવો જોઈએ.

મસલ્સ ક્રેમ્પ

જો આપણા શરીરની નર્વસ સિસ્ટમને યોગ્ય રીતે કામ કરાવવું હોય તો પર્યાપ્ માત્રામાં વિટામિન B12 હોવું જરુરી છે. B12ની ઉણપને કારણે, તે આપણા મોટર અને સેન્સરી નર્વસ ફંકશન પ્રભાવિત થાય છે, જેના કારણે મસલ્સમાં ક્રેમ્પ આવવાની સાથે નબળાઈ પણ આવી શકે છે.

કોણ કહે છે નોન-વેજ છે કેલ્શિયમથી ભરપુર? આ વેજ ફુડમાં છે ખજાનો!

Back to top button