અમદાવાદ: સરખેજ ભારતી આશ્રમના સંત બ્રહ્મલીન થયા: અંતિમ દર્શન માટે ભક્તો ઊમટ્યા


અમદાવાદ 10 માર્ચ 2024: અમદાવાદના સરખેજ ભારતી આશ્રમના વયોવૃદ્ધ સંત મહામંડલેશ્વર 1008 કલ્યાણાનંદ ભારતી બાપુ તા. 9 માર્ચને શનિવારની મોડી રાતે બ્રહ્મલીન થયા છે. બપોરના 12થી 2 વાગ્યા સુધી ભક્તોએ તેમના પાર્થિવ શરીરનાં દર્શન કરી ફૂલ અર્પણ કર્યા હતા. બ્રહ્મલીન કલ્યાણાનંદ ભારતી બાપુની પાલખીયાત્રા બપોરે 2થી 3.30 સરખેજ ખાતે નીકળી હતી. બ્રહ્મલીન કલ્યાણાનંદ ભારતી બાપુની પાલખીયાત્રા બપોરે 2થી 3.30 સરખેજ ખાતે નીકળશે. જે બાદ સાંજે ચાર વાગ્યે તેઓને સરખેજ ભારતી આશ્રમમાં જ સમાધિ આપવામાં આવી હતી. તેઓની અણધારી વિદાયથી ભક્તોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સંત મહામંડલેશ્વર કલ્યાણાનંદ બાપુ ગરીબ બાળકોના શિક્ષણ, વૃદ્ધાશ્રમ અને ગૌ સેવા સહિતના કાર્યો સાથે જોડાયેલા હતા.
લઘધુમહંત તેમની પરંપરાને આગળ ધપાવશે
તાજેતરમાં જ સરકાર દ્વારા શરૂ એવા વેક્સીનેશન કાર્યક્રમ અંતર્ગત ભારતી બાપુએ સરખેજ આશ્રમ ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી. બાપુએ આ વેક્સીન લઈને તમામ વડીલોને અને લાયક લોકોને વેક્સીન લેવા માટે આહ્મવાન કર્યુ હતું. હવે બાપુની સદેહે અનુપસ્થિતિમાં લઘધુમહંત તેમની પરંપરાને આગળ ધપાવશે.
1 એપ્રિલ 1951ના રોજ થયો હતો જન્મ
સરખેજ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર 1008 ઋષિ ભારતીજી મહારાજ અને સેવક પરિવાર દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. મહામંડલેશ્વર કલ્યાણ આનંદ આરતી બાપુનો જન્મ એક એપ્રિલ 1951ના રોજ થયો હતો. તેઓ વર્ષોથી સરખેજ ભારતી બાપુના આશ્રમ સાથે જોડાયેલા હતા. શનિવારે મોડી રાત્રે તેઓ બ્રહ્મલીન થયા હતા. આજે રવિવારે બપોરે તેમના નશ્વર દેહને ભક્તોનાં દર્શન માટે ભારતી આશ્રમમાં મૂકવામાં આવ્યો હતો. જે બાદ પાલખીયાત્રા કાઢી સાંજે ચાર વાગ્યાની આસપાસ તેમના દેહને આશ્રમમાં જ સમાધિ આપવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન: PM મોદી કરશે લોકાર્પણ; રેલવેનાં 85 કરોડનાં પ્રોજેક્ટનું લોકાર્પણ