ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

હાર્ટની બીમારીની શરૂઆત થઈ ચુકી છે? આ રીતે વધારો ગુડ કોલેસ્ટ્રોલ

  • હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓનું એક સૌથી મોટુ કારણ છે હાર્ટ વેસલ્સમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલ (LDL) વધવું અને ગુડ કોલેસ્ટ્રોલ (HDL)નું સ્તર ઘટવું.

લાંબી ઉંમર સુધી હેલ્ધી રહેવા માટે દિલનું સ્ટ્રોંગ હોવું જરૂરી છે. જો તમારુ હાર્ટ વીક થવા લાગે કે કોઈ બીમારી આવે તો તે હેલ્થ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે હાર્ટને હંમેશા હેલ્ધી રાખવાની જ સલાહ અપાય છે. હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓનું એક સૌથી મોટુ કારણ છે હાર્ટ વેસલ્સમાં બેડ કોલેસ્ટ્રોલ લેવલ (LDL) વધવું અને ગુડ કોલેસ્ટ્રોલ (HDL)નું સ્તર ઘટવું. આવા સંજોગોમાં હાર્ટને યોગ્ય રાખવા અને શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલનું લેવલ વધારવું જરૂરી છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીની ખોટી આદતો દિલને બીમાર બનાવી દે છે. આવા સંજોગોમાં જરૂરી છે કે હેલ્ધી હાર્ટ માટે તમામ સ્તરો પર સુધારો લાવવો. શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવાની આ સરળ રીતો જાણો.

હાર્ટની બીમારીની શરૂઆત થઈ ચુકી છે? આ રીતે વધારો ગુડ કોલેસ્ટ્રોલ hum dekhenge news

ઓલિવ ઓઈલ

શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધારવા માટે ડાયટમાં ઓલિવ ઓઈલને સામેલ કરવુ ફાયદાકારક છે. રિસર્ચમાં સાબિત થઈ ચુક્યુ છે કે ઓલિવ ઓઈલનું સેવન હૃદય માટે ફાયદાકારક છે અને HDL કોલેસ્ટ્રોલ વધારે છે. ઓલિવ ઓઈલમાં રહેલું પોલીફેનોલ નામનું એન્ટી ઓક્સિડન્ટ આ માટે જવાબદાર છે.

લો કાર્બોહાઇડ્રેટ

કાર્બોહાઈડ્રેટ વધુ હોય તેવા ખોરાકનું સેવન શરીરને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને હૃદયનું આરોગ્ય તેના કારણે બગડી શકે છે. તેથી જરૂરી છે કે જો હૃદય સંબંધિત રોગોના લક્ષણો દેખાવા લાગે તો લો કાર્બ અને કેટોજેનિક ડાયટ શરૂ કરી દો.

હાર્ટની બીમારીની શરૂઆત થઈ ચુકી છે? આ રીતે વધારો ગુડ કોલેસ્ટ્રોલ hum dekhenge news

એક્સર્સાઈઝ

દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે દરરોજ કસરત કરવાની સલાહ આપે છે. તે હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત કસરત જેવી કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ, ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ અને એરોબિક એક્સરસાઇઝ LDLને ઘટાડવા અને HDLકોલેસ્ટ્રોલને વધારવામાં અસરકારક છે.

નારિયેળ તેલ

ઓલિવ તેલની જેમ, આહારમાં નાળિયેર તેલનો સમાવેશ કરવો પણ HDL કોલેસ્ટ્રોલ વધારવામાં મદદરૂપ છે. દરરોજ 2 ચમચી નારિયેળ તેલનું સેવન HDL કોલેસ્ટ્રોલ વધારવામાં મદદરૂપ થઈ શકે છે.

હાર્ટની બીમારીની શરૂઆત થઈ ચુકી છે? આ રીતે વધારો ગુડ કોલેસ્ટ્રોલ hum dekhenge news

જાંબલી રંગના ફળો અને શાકભાજી

જાંબલી રંગના ફળો અને શાકભાજીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. આ ફળો અને શાકભાજી ખાવામાં સ્વાદિષ્ટ છે અને HDL કોલેસ્ટ્રોલ પણ વધારે છે. વાસ્તવમાં, જાંબલી રંગના ફળો અને શાકભાજીમાં એન્થોસાએનિન્સ નામનું એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે.

સ્મોકિંગથી દુર રહો

સિગારેટ પીવી એ આજકાલ એક ફેશન બની ગઈ છે, ખાસ કરીને યુવાનો આ વ્યસનનો શિકાર બન્યા છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે ધૂમ્રપાન છોડવું ખૂબ જ જરૂરી છે. સિગારેટ પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે. જો ધૂમ્રપાન છોડવામાં આવે તો એચડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ધીમે ધીમે વધવા લાગે છે.

આ પણ વાંચોઃ પ્રેશર કૂકર રિપેર કરવાની અનોખી રીત, જુઓ વીડિયો…

Back to top button