ચીનનું નવું હથિયાર… દુશ્મનના મગજ સાથે કરશે ખિલવાડ
ચીન, 26 ડિસેમ્બર : ચીને દુશ્મનોને મોતને ઘાટ ઉતારવા માટે બ્રેઈન વોરફેર યુનિટ તૈયાર કર્યું છે. આ ચીનની ખાસ રણનીતિનો એક ભાગ છે. એક રિપોર્ટના દાવા અનુશાર, ચીને એક એવું હથિયાર બનાવ્યું છે જેને મગજથી નિયંત્રિત કરવામાં આવશે. ડ્રેગન આ હથિયારનો ઉપયોગ દુશ્મનો પર હુમલો કરવા માટે કરશે. સંશોધન જૂથ CCP બાયોથ્રેટ્સ ઇનિશિયેટિવનું કહેવું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બાયોવેપન અને બ્રેઈન કમ્પ્યૂટર ઈન્ટરફેસ ટેક્નોલોજી વિકસાવવામાં લાગી છે.આ ત્રણેય શસ્ત્રોનું સંયોજન દુશ્મન માટે ઘાતક સાબિત થશે. ચીની સેના એવા હથિયારો વિકસાવવામાં લાગેલી છે જેથી મોંઘા હથિયારો અને દારૂગોળા વગર જ યુદ્ધ જીતી શકાય. જોકે, અમેરિકાએ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી કે ચીન આવું કરી શકે છે.
ચીનના શસ્ત્રો દુશ્મનની ઊંઘ ઉડાડશે
રિસર્ચ ગ્રુપના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન એવા હથિયારો તૈયાર કરી રહ્યું છે જેનાથી દુશ્મનોની ઊંઘ ઊડી જશે. તેનાથી તેમનું ધ્યાન યુદ્ધમાંથી હટશે. આ માટે તે એક એવું હથિયાર તૈયાર કરી રહ્યું છે જે ઈલેક્ટ્રોમેગ્નેટિક એનર્જીનો ઉપયોગ કરે છે. શસ્ત્રોમાંથી નીકળતા સોફ્ટ રેડિયો તરંગોને કારણે દુશ્મનને બગાસું આવવા લાગે છે. ચીની સૈનિકોને આની અસર ન થાય. તે માટે ચીને એક ખાસ પ્રકારના ચશ્મા પણ તૈયાર કર્યા છે જેને ચીની સૈનિકોએ પહેરવા પડશે. આ ચશ્મા પહેર્યા પછી, સૈનિકો ન તો જઓલું મારી શકશે કે ન તો ઊંઘી શકશે. ચીન હવે હ્યુમન ટેક્નોલોજી દ્વારા યુદ્ધના મેદાનને નિયંત્રિત કરવાની તૈયારી કરી રહ્યું છે. ટેક્નોલોજી દ્વારા તે સૈનિકના વર્તનને નિયંત્રિત કરી શકશે.
અમેરિકાની ચેતવણીને પણ અવગણવામાં આવી
ચીન લાંબા સમયથી એવા હથિયારો વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યું છે જેનાથી તેને અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પર જીત મેળવવાની તક મળી શકે. આ મુદ્દે અમેરિકન વાણિજ્ય મંત્રી જીના રેમોન્ડે કહ્યું હતું કે, બેઇજિંગ તેના નાગરિકોને નિયંત્રિત કરવા માટે મનોવૈજ્ઞાનિક હથિયારોનો ઉપયોગ કરશે. ચીનના નવા શસ્ત્રો દુશ્મનોના મગજમાં છેડછાડ કરવાનો પ્રયાસ કરશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્રેઈન-કમ્પ્યૂટર ઈન્ટરફેસ અને જૈવિક હથિયારો જેવી ટેક્નોલોજીની મદદથી યુદ્ધના મેદાનમાં દુશ્મનને હરાવવાની તૈયારી કરી રહ્યું છે.
અમેરિકાએ પણ આ અંગે ચેતવણી આપી હતી, પરંતુ ચીન અટક્યું નહીં અને મનોવૈજ્ઞાનિક શસ્ત્રો વિકસાવવાનું ચાલુ રાખ્યું.
આ પણ વાંચો : મંગળ પરનું સૂર્યગ્રહણ પૃથ્વીથી કેટલું અલગ છે?